કશ્મીરમાં 3-ત્રાસવાદીનો ખાત્મો; એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ

શ્રીનગરઃ દક્ષિણ કશ્મીરના પુલવામા જિલ્લાના રાજપોરા વિસ્તારમાં ગઈ કાલ રાતથી શરૂ થયેલી અને આજે બપોર સુધી પણ ચાલુ રહેલા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈબાના ત્રણ ત્રાસવાદીને ઠાર મારવામાં આવ્યા છે. જોકે ત્રણેય મૃતક ત્રાસવાદી કયા દેશના છે તે હજી સુધી નક્કી થઈ શક્યું નથી.

ત્રાસવાદીઓ સાથે સામસામા થયેલા ગોળીબારમાં ભારતીય લશ્કરની 44-RR ટૂકડીના એક જવાન શહીદ થયા છે. ત્રાસવાદીઓ એક મકાનમાં છૂપાયા હોવાની પાકી બાતમી મળ્યા બાદ 44-RR અને સ્થાનિક પોલીસની એક ટૂકડીએ સંયુક્ત રીતે આ એન્કાઉન્ટર હાથ ધર્યું છે. જવાનોએ આખો વિસ્તાર કોર્ડન કરી લીધો છે. ત્રાસવાદીઓએ મકાનની અંદરથી ગોળીબાર કરતાં જવાનોએ એનો જોરદાર રીતે વળતો જવાબ આપ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]