UAEનો નાગરિકોને ભારત સહિત અનેક દેશોની યાત્રા પર પ્રતિબંધ

અબુ ધાબીઃ સંયુક્ત આરબ અમીરાતે (UAEએ) પોતાના નાગરિકોને ભારત, પાકિસ્તાન, બંગલાદેશ, નેપાળ અને શ્રીલંકા સહિત અનેક દેશોના પ્રવાસ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. UAE દ્વારા ગયા મહિને કોરોના રોગચાળાને કારણે 14 દેશોના પ્રવાસીઓ પર યાત્રા પર પ્રતિબંધને 21 જુલાઈ સુધી વધાર્યા પછી આ નિર્ણય આવ્યો છે.

વિદેશ મંત્રાલય અને નેશનલ ઇમર્જન્સીસ ક્રાઇસિસ અને ડિઝેસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું હતું કે યાત્રાની સીઝનના પ્રારંભ સાથે નાગરિકોએ કોરોના રોગચાળા સંબંધી બધી સાવચેતીઓ અને માર્ગદર્શિકાનું પાલન કરવાની જરૂર છે. UAEના જનરલ સિવિલ એવિયેશન ઓથોરિટી એરમેન (NOTAM)એ જારી કરેલી એક નોટિસમાં લાઇબેરિયા, નામિબિયા, સિયેરા લિયોન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા, ઝામ્બિયા, વિયેતનામ, ઇન્ડિયા, બંગલાદેશ, નેપાળ, શ્રીલંકા, નાઇજિરિયા અને સાઉથ આફ્રિકા સહિત 14 દેશોની ફ્લાઇટ સામેલ છે. નાઇજિરિયા અને દક્ષિણ આફ્રિકા 21 જુલાઈ, 2021ના 12 કલાક સુધી ફ્લાઇટ નિલંબિત રહેશે. જોકે કાર્ગો ફ્લાઇટ્સની સાથે બિઝનેસ અને ચાર્ટર ફ્લાઇટ્સને આ નિયંત્રણોમાંથી છૂટ આપવામાં આવી છે.

UAE સત્તાવાળાઓએ UAEના નાગરિકોને નિર્દેશ આપ્યો છે કે જો તેઓ યાત્રા દરમ્યાન કોરોના સંક્રમિત થયા તો યજમાન દેશના બધી નિર્દેશો અને આરોગ્ટય સંબંધી પ્રોટોકોલનું પાલન કરે. જોકે કોરોના સંક્રમિત અમીરાતીઓને UAEમાં પરત ફરવાની મંજૂરી આપવામાં આવશે, પણ તેમણે જેતે સંબંધિત આરોગ્ય વિભાગો પાસેથી જરૂરી મંજૂરી મેળવવી પડશે.