જામિયા ફાયરિંગઃ સગીર હુમલાખોરને હથિયાર વેચનારની ધરપકડ

નવી દિલ્હીઃ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં રવિવારે રાત્રે બે અજાણી વ્યક્તિઓએ ગેટ નંબહર પાંચ પાસે ખુલ્લામાં ગોળીબાર કર્યો હતો, એમ જામિયા કોર્ડિનેશન કમિટીએ કહ્યું હતું. કમિટીએ કહ્યું હતું કે આ હુમલાખોરો લાલ કલરની સ્કૂટી પર આવ્યા હતા. જોકે આ ગોળીબારમાં કોઈને ઇજા નહોતી થઈ. આ હુમલાખોરોમાંથી એકે લાલ કલરનું જેકેટ પહેર્યું હતું.  આ યુનિવર્સિટીમાં ત્રણ દિવસમાં બીજી વાર ગોળીબાર થયો હતો. અગાઉ જામિયામાં એક યુવકે જામિયામાં ભીડમાં ગોળીબાર કર્યો હતો, જેમાં એક સ્ટુડન્ટ ઘાયલ થયો હતો. તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. જામિયામાં યુનિવર્સિટીમાં બહાર ફાયરિંગ કરવાવાળા સગીરે જે શખસ પાસેથી હથિયાર ખરીદ્યું હતું, તેની દિલ્હી પોલસની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. હથિયાર સપ્લાયરનું નામ  અજિત છે અને તે જેવરનો રહેવાસી છે.
અજિત પાસેથી તે સગીરે રૂ. 10,000માં હથિયાર ખરીદ્યું હતું. આ શખસે જામિયા યુનિવર્સિટીમાં ફાયરિંગ કર્યા બાદ સનસનાટી ફેલાઈ ગઈ હતી. દિલ્હી પોલીસે તેની ધરપકડ કરીને જેલમાં નાખી દીધો છે.

જો કોર્ટ પાસેથી મંજૂરી મળશે તો આરોપી સગીરની ઉંમરની તપાસ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આવતા 14 દિવસ સુધી પોલીસ તેની પૂછપરછ કરી નહીં શકે, પણ પોલીસ તેની સાથે સંકળાયેલા લોકોની તપાસ કરી શકશે. જામિયા ફાયરિંગ કરવાવાળા યુવક પાસેથી દિલ્હી પોલીસને એક લાલ બેગ મળી આવી છે, જેનો વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ છે. આ બેગને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે એ બેગમાં આખરે શું છે?