હરિદ્વારઃ અત્રે આવતા મહિને નિર્ધારિત મહાકુંભ પર્વનું સુરક્ષિત રીતે સંચાલન થાય એ માટે ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP), સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (CAPF) સહિતના અર્ધલશ્કરી દળો તથા ઉત્તરાખંડ પોલીસના જવાનોએ આજે અહીં હર-કી-પૌડી ખાતે પ્રતિજ્ઞા લીધી હતી. જવાનોએ પવિત્ર ગણાતી ગંગા નદીના કાંઠે ઊભા રહીને આ માટેના શપથ લીધા હતા.
હિન્દુ ધર્મમાં આસ્થાના કેન્દ્રસમા મહાકુંભ મેળાનું આયોજન આવતી 1 એપ્રિલથી થવાનું છે અને કુંભમેળો 30 એપ્રિલ સુધી ચાલશે.
