IRCTCનું ટુર પેકેજઃ દક્ષિણ ભારતનાં તીર્થસ્થળો, હોટેલ ખર્ચ સામેલ

નવી દિલ્હીઃ જો તમે દક્ષિણ ભારત ફરવા જવાનું આયોજન કરતા તો તમારી પાસે સારી તક છે. IRCTC તમારા માટે સસ્તું અને સારું ટુર પેકેજ લઈને આવી છે. દક્ષિણ ભારતનું આ ટુર પેકેજ આઠ રાત અને નવ દિવસોનું છે. આ પેકેજ હેઠ ટુરિસ્ટોને તિરુપતિ, કન્યાકુમારી, રામેશ્વરમ અને મદુરાઈ દેખાડવામાં આવશે. આ ટુર પેકેજના બુકિંગ માટે રૂ. 13,900નો ખર્ચ થશે. IRCTCના ટુર પેકેજમાં હોટેલ, જવામાવું અને સ્થાનિકમાં ફરવાનું વગેરે સામેલ છે. આવો જાણીએ આ પેકેજ વિશે…

IRCTCના દક્ષિણ ભારતના ટુર પેકેજને નામે સાઉથ ઇન્ડિયા ડિવાઇન એક્સપ્રેસ રાજકોટ છે. આ પેકેજ હેઠળ તમને દક્ષિણ ભારતમાં તિરુપતિ, કન્યાકુમારી, મદુરાઈ અને રામેશ્વર ફેરવવામાં આવશે. આ ટુર પેકેજ આઠ રાત અને નવ દિવસનું છે. આ પેકેજ 24 જાન્યુઆરી, 2023થી શરૂ થશે.

અહીં ત્રણે સમયનું મીલ બ્રેકફાસ્ટ, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર મળશે. યાત્રીઓને ટ્રેનમાં સ્લીપર અને થર્ડ એસીમાં યાત્રા કરવા મળશે. પ્રવાસીઓ રાજકોટ, સાબરમતી, વડોદરા, કલ્યાણ અને પુણે રેલવે સ્ટેશનથી ટ્રેન પકડી શકે છે.

iRCTCT આ ટુર પેકેડનો ખર્ચ રૂ. 13,900થી શરૂ થશે. જો તમે સ્લીપર ક્લાસ સ્ટાન્ડર્ડ કેટેગરી લો છો તો તમારે વ્યક્તિદીઠ રૂ. 15,300નો ખર્ચ થશે. થર્ડ એસી લેવા પર તમને રૂ. 23,800નો વ્યક્તિદીઠ ખર્ચ થશે. આ ટુર પેકેજ માટે IRCTCની વેબસાઇટ irctctourism.com વિગતવાર માહિતી મળી શકશે. અહીં સરકારી કર્મચારી LTCનો લાભ મેળવી શકે છે.