વિદેશમાં આશરે 34 લાખ કરોડનું કાળું નાણું જમા હોવાનું અનુમાન: રીપોર્ટ

નવી દિલ્હી- ભારતીયોએ 1980થી વર્ષ 2010 દરમિયાન 30 વર્ષના વર્ષના સમયગાળામાં અંદાજે 246.48 અબજ ડોલર (17,25,300 કરોડ રૂપિયા)થી લઈને 490 અબજ ડોલર (34,30,000 કરોડ રૂપિયા)ની વચ્ચે કાળુ નાણું દેશની બહાર મોકલ્યું. ત્રણ અલગ અલગ દિગ્ગજ સંસ્થાઓ એનઆઈપીએફ, એનસીએઈઆર અને એનઆઈએફએમ એ તેમના અભ્યાસમાં આ જાણકારી આપી.

સોમવારે લોકસભામાં રજૂ કરાયેલા ફાઈનાન્સ પર સ્ટેન્ડિંગ કમિટીની એક રિપોર્ટ અનુસાર, ત્રણેય સંસ્થાઓએ તેમના અભ્યાસમાં જાણ્યું કે, જે સેક્ટર્સમાં સૌથી વધુ કાળુ નાણુ જોવા મળ્યું છે તેમાં રિયલ એસ્ટેટ, માઈનિંગ, ફાર્માસ્યુટિકલ્સ, પાન મસાલા, ગુટખા, તંબાકુ, બુલિયન, કોમોડિટી, ફિલ્મ અને એજ્યુકેશનનો સમાવેશ થાય છે.

કમિટીએ ‘સ્ટેટસ ઓફ અનિશ્ચિત આવક/ વેલ્થ બંન્ને ઈનસાઈડ એન્ડ આઉટસાઈડ ધ કન્ટ્રી-એ ક્રિટિકલ એનાલિસિસ’ નામના રિપોર્ટમાં કહ્યું છે કે, કાળુ નાણુ પેદા થવું કે, એક્ત્ર થવાને લઈને કોઈ વિશ્વસનીય અનુમાન નથી અને આ રીતેનું અનુમાન લગાવવા માટે કોઈ સર્વમાન્ય રીત પણ નથી.

રિપોર્ટ અનુસાર નેશનલ કાઉન્સિલ ઓફ અપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ (NCAER)એ તેમના અભ્યાસમાં કહ્યું કે, ભારતમાંથી 1980થી 2010ની વચ્ચે 26,88,000 લાખ કરોડ રૂપિયાથી લઈને 34,30,000 લાખ કરોડ રૂપિયાનું કાળુ નાણુ વિદેશ મોકલવામાં આવ્યું.

તો નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફાઈનાન્શિઅલ મેનેજમેન્ટ (NIFM)એ કહ્યું કે, અર્થવ્યવસ્થામાં સુધારા (1990-2008) દરમિયાન લગભગ 15,15,300 કરોડ રૂપિયાનું કાળુ નાણુ ભારતમાંથી વિદેશમાં મોકલવામાં આવ્યું

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક પોલિસી એન્ડ ફાઈનાન્સ (NIPPF)એ કહ્યું કે, 1997-2009 દરમિયાન દેશનું ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ના 0.2 ટકાથી લઈને 7.4 ટકા કાળુ નાણુ વિદેશમાં મોકલવામાં આવ્યું.