નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં એકથી ત્રણ માર્ચની વચ્ચે સ્થાયી સિંધુ પંચની વાર્ષિક બેઠક થવાની છે.આ બેઠકમાં પાકિસ્તાનના અધિકારીઓની સામે ભારત તરફથી ત્રણ મહિલા અધિકારીઓ ભાગ લેશે. બંને દેશોની વચ્ચે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર પછી સૌપ્રથમ વાર ત્રણ મહિલા અધિકારી પણ ભારતીય પ્રતિનિધિ મંડળમાં સામેલ હશે. જે બેઠક દરમ્યાન કેટલાય મુદ્દાઓ પર સલાહ આપશે. ગયા વર્ષે પાકિસ્તાનના સિંધુ જળ કમિશનર નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ વાર્ષિક બેઠક માટે ભારત આવ્યું હતું.
ભારતીય પ્રતિનિધિ મંડળ 28 ફેબ્રુઆરીને અટારી બોર્ડરથી પાકિસ્તાન માટે રવાના થશે અને ચોથી માર્ચે પરત ફરશે. ભારતના સિંધુ જળ કમિશનર પ્રદીપકુમાર સક્સેનાએ કહ્યું હતું કે સ્થાયી સિંધુ પંચની વાર્ષિક બેઠક પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં એક માર્ચથી ત્રીજી માર્ચ, 2022ની વચ્ચે થશે. આ પ્રતિનિધિ મંડળમાં કેન્દ્રીય જળ પંચ, કેન્દ્રીય વિદ્યુત ઓથોરિટી, નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક એનર્જી કોર્પોરેશન અને વેદેશ મંત્રાલયથી સંબંધિત સક્સેનાના સલાહકાર સામેલ થશે. સામે પક્ષે પાકિસ્તાની પક્ષનું નેતૃત્વ ત્યાંના સિંધુ જળ કમિશનર સૈયદ મુહમ્મદ મેહર અલી શાહ કરશે. બંને કમિશનરોની વચ્ચે બેઠકના એજન્ડાને અંતિમ રૂપમાં આપવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ બેસિનમાં પાકલ દુલ (1000 મેગાવોટ), લોઅર કલનઈ (48 મેગાવોટ), કિરુ (624 મોગાવોટ) અને લદ્દાખમાં કેટલીક નાની હાઇડ્રોઇલેક્ટ્રિસિટી પ્રોજેક્ટોને પાકિસ્તાનની મુશ્કેલીઓને ચર્ચાના એજન્ડામાં સામેલ થવાની સંભાવના છે. આગામી બેઠકમાં ભારતીય પક્ષ પાકિસ્તાન પોતાનું વલણ સ્પષ્ટ કરશે, એમ સકસેનાએ કહ્યું હતું.