નવી દિલ્હીઃ બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ભારતે પોતાની આકાશી તાકાત વધારવાનો નિર્ણય કર્યો છે. ભારત આના માટે અમેરિકા પાસેથી ઈન્ટીગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમની ખરીદી કરશે. 1.9 બિલિયન ડોલરની આ ડીલને અમેરિકાએ મંજૂરી આપી છે.
અમેરિકાની રક્ષા સુરક્ષા સહયોગે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, ટ્રમ્પ પ્રશાસને ભારતને ઈન્ટીગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ વેચવાના પોતાના દ્રઢ સંકલ્પ મામલે અમેરિકી કોંગ્રેસને જણાવ્યું છે. આખી સિસ્ટમનો ખર્ચ 1.867 બિલિયન અમેરિકી ડોલર હશે.
અમેરિકી વિદેશ વિભાગે કહ્યું કે, ભારત નવી ટેક્નોલોજીનો ઉપયોગ પોતાના સશસ્ત્ર દળોના આધુનિકીકરણ માટે કરવા ઈચ્છે છે અને હવાઈ હુમલાઓના સંકટથી બચવા માટે પોતાની વર્તમાન એર ડિફેન્સ સિસ્ટમનો વ્યાપ વધારવા ઈચ્છે છે.
આ મહિને ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરી અને 25 ફેબ્રુઆરી વચ્ચે ભારતની યાત્રા પર આવશે. આ દરમિયાન બંન્ને દેશો વચ્ચે ઘણી સમજૂતીઓ થશે. આમાં ઈન્ટીગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમનો પણ સમાવેશ થાય છે.
ભારતે અમેરિકાને IADWS ખરીદવા વિનંતી કરી હતી. આ સીવાય ભારત પાંચ AN / MPQ-64Fl સેનટિનલ રડાર સિસ્ટમ, 118 AMRAAM AIM-120C-7 / C-8 મિસાઈલ, ત્રણ AMRAAM ગાઈડન્સ સેક્શન, ચાર AMAMAM કન્ટ્રોલ સેક્શન, અને 134 સ્ટિંગર FIM-92L મિસાઈલ પણ ખરીદશે.
આ સિવાય 32 એમ 4 એ 1 રાઈફલ, એમ 855 5.56 મિમી કારટેજ, ફાયર ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટર, હેંડહેલ્ડ રિમોટ ટર્મિનલ, ઈલેકટ્રીક ઓપ્ટિકલ/ઈન્ફ્રારેડ(ઈઓ/આઈઆર) સેન્સર સિસ્ટમ, AmRaam નોન-ડેવલપમેન્ટ આઈઉટમ-એરબોર્ન ઈસ્ટ્રૂમેંટેશન યૂનિટ્સ, મલ્ટી-સ્પેક્ટ્રલ ટાર્ગેટિંગ સિસ્ટમ-મોડલ એ, અને કનસ્તર લોન્ચર, હાઈ મોબિલિટી લોન્ચરનો સમાવેશ થાય છે.