નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેર દરમિયાન આ રોગનો ચેપ લાગવાથી આશરે 800 ડોક્ટરોના જાન ગુમાયા છે, એમ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન પાસેથી ઉપલબ્ધ થયેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે.
સૌથી વધારે ડોક્ટર દિલ્હીમાં મૃત્યુ પામ્યા છે – 128. ત્યારબાદ બિહારમાં 115, ઉત્તર પ્રદેશમાં 79 ડોક્ટરોના જાન ગયા છે. મૃતક ડોક્ટરોમાં આઠ ગર્ભવતી ડોક્ટરોનો પણ સમાવેશ થાય છે. કોરોના રોગચાળાની પહેલી લહેરે ભારતમાં 748 ડોક્ટરોનો ભોગ લીધો હતો, એમ IMA તરફથી જણાવવામાં આવ્યું છે.