અમેરિકાથી આગળ ભારતઃ 163-દિવસોમાં 32-કરોડ વેક્સિન-ડોઝ આપ્યા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે દુનિયામાં કોરોનાવાઈરસ પ્રતિરોધક રસી આપવામાં ભારત સૌથી મોખરે છે. ભારતે અત્યાર સુધીમાં 163 દિવસોમાં કોરોના રસીના 32 કરોડ 90 લાખથી વધારે ડોઝ આપ્યા છે. તેની સરખામણીમાં અમેરિકાએ આટલા જ કરોડ ડોઝ આપવા માટે 193 દિવસ લીધા છે.

ભારતમાં 27.7 કરોડ લોકોએ કોરોના રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે જ્યારે 5.84 કરોડ લોકોએ બંને ડોઝ લઈ લીધા છે. 28 જૂને એક જ દિવસમાં ભારતમાં 52.76 લાખ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.