‘ચારુસેટ’ની 4 કોલેજ GSIRF રેટિંગ-૨૦૨૧માં ટોપ-3માંઃ સિદ્ધિ મેળવનાર ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી

ચાંગા: ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેટીંગ ફ્રેમવર્ક (GSIRF)  દ્વારા સતત ત્રીજા વર્ષે કોલેજોના રેટિંગ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યા છે જેમાં સ્ટેટ લેવલ રેન્કિંગ-2021માં ચાંગાસ્થિત વિશ્વ વિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારૂસેટ યુનિવર્સિટી) સંલગ્ન ચાર કોલેજોએ ટોપ-3 GSIRF રેટિંગમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે અને આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ચારુસેટ ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી છે. જેમાં મણિકાકા ટોપાવાળા ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ (MTIN), ચંદુભાઈ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (CSPIT), શ્રીમતી ચંદાબેન મોહનભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન્સ (CMPICA) અને અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝીયોથેરાપી  (ARIP) નો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે GSIRF દ્વારા ચારુસેટની કુલ 7 કોલેજોનો ગુજરાતની ટોપ-10 કોલેજોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

મણિકાકા ટોપાવાળા ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ (MTIN)એ સ્ટેટ લેવલ રેટિંગ -2021 મેડીકલ કેટેગરીમાં કુલ 57.86 પોઈન્ટ સ્કોર સાથે ઓવરઓલ 3.6CGPAઅને 4 સ્ટાર સાથે ગુજરાતભરમાં પ્રથમ સ્થાને આવી યુનિવર્સિટીનુંગૌરવ વધાર્યું છે.

ચંદુભાઈ એસ.પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (CSPIT)એ સ્ટેટ લેવલ રેટિંગ -2021-એન્જીનિયરીંગમાં કુલ 62.58 પોઈન્ટ સ્કોર સાથે ઓવરઓલ 3.9 CGPA અને 4 સ્ટાર સાથે દ્વિતીય સ્થાન આવી ગુજરાતભરમાં ટોપ-3 એન્જીનિયરીંગ કોલેજોમાં સ્થાન મેળવ્યું છે.

અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝીયોથેરાપી  (ARIP)એ કુલ 52.72 પોઈન્ટ સ્કોર સાથે ઓવરઓલ 3.3 CGPA અને 4 સ્ટાર સાથે તૃતીય સ્થાન  મેળવ્યું છે.

અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝીયોથેરાપી  (ARIP)એ કુલ 52.72 પોઈન્ટ સ્કોર સાથે ઓવરઓલ 3.3 CGPA અને 4 સ્ટાર સાથે તૃતીય સ્થાન  મેળવ્યું છે.

ઇન્દુકાકા ઇપ્કોવાલા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (I2IM) કોલેજે મેનેજમેન્ટ કેટેગરીમાં કુલ 51.22 પોઈન્ટ સ્કોર સાથે ઓવરઓલ 3.2 CGPA અને 4 સ્ટાર સાથે ગુજરાતભરમાં ટોપ-5માં સ્થાન મેળવ્યું  છે.

રમણભાઈ પટેલ કોલેજ  ઓફ ફાર્મસી (RPCP) કોલેજે ફાર્મસી  કેટેગરીમાં 4 સ્ટાર પ્રાપ્ત કર્યા છે. ઇન્દુકાકા ઇપ્કોવાલા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (I2IM) કોલેજે કુલ 52. 35 પોઈન્ટ સ્કોર સાથે ઓવરઓલ 3.3 CGPA અને 4 સ્ટાર સાથે ગુજરાતભરમાં છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ અગાઉ ગુજરાતમાં સ્ટેટ રેટિંગ -2021માં પ્રથમ દસ કોલેજોમાં ચારુસેટની બે કોલેજોનો સમાવેશ કરવામાં આવ્યો હતો શ્રીમતી ચંદાબેન મોહનભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન્સ (CMPICA)એ કુલ 74 સ્કોર સાથે ઓવરઓલ 4.3 CGPA અને 5 સ્ટાર મેળવી ગુજરાતભરમાં કોમ્પ્યુટર એપ્લીકેશન્સ કોલેજોમાં પ્રથમ અને સમગ્રતયા કોલેજની યાદીમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

ચરોતર ઇન્સ્ટીટ્યુટ ઓફ પેરામેડિકલ સાયન્સીસ (CIPS) એ કુલ 64.74 પોઈન્ટ સ્કોર સાથે ઓવરઓલ 3.8 CGPA અને 4 સ્ટાર સાથે 10મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

આ સિદ્ધિ બદલ ચારૂસેટ તેમજ કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી.એ. પટેલ, કિરણભાઇ પટેલ, અશોકભાઇ પટેલ, માનદમંત્રી ડૉ. એમ.સી. પટેલ, માતૃસંસ્થાના પ્રમુખ નગીનભાઈ પટેલ, અન્ય પદાધિકારીઓ સહમંત્રી મધુબેન પટેલ, ગીરીશભાઇ બી. પટેલ, વિપુલભાઇ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. પંકજ જોશી, રજીસ્ટ્રાર ડૉ. દેવાંગ જોશીએ MTINના પ્રિન્સિપાલ ડો. અનિલ શર્મા, ARIPના પ્રિન્સિપાલ ડો. બાલા ગણપતિ, CSPITના પ્રિન્સિપાલ ડો. એ.ડી. પટેલ, ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જીનિયરીંગના ડીન ડો. અમિત ગણાત્રા, CMPICAના પ્રિન્સિપાલ ડો. અતુલ પટેલ, CIPSના પ્રિન્સિપાલ ડો. દર્શન પટેલ, RPCPના પ્રિન્સિપાલ ડો. મનન રાવલ, I2IMના પ્રિન્સિપાલ ડો. ભાસ્કર પંડ્યા અને તેમના ફેકલ્ટી સભ્યોને અભિનંદન પાઠવ્યા છે.

ગુજરાત સ્ટેટ ઇન્સ્ટીટ્યુટ રેટિંગ ફ્રેમવર્ક (GSIRF)2021 અંતર્ગત સ્ટેટ લેવલ રેન્કિંગ-2021માં ઓવરઓલ રેટિંગ સાથેકોલેજોની કેટેગરીમાં રેન્કિંગ આપવામાં આવ્યા હતા. નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) દ્વારા છેલ્લા 3 વર્ષથી વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓને રેન્ક આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત સ્ટેટ ઇન્સ્ટીટ્યુટ રેટિંગ ફ્રેમવર્ક (GSIRF)2021 એ ભારતના સૌથી વિશ્વસનીય સંસ્થા રેન્કિંગ અને રેટિંગ, ભારતીય શૈક્ષણિક રેન્કિંગ્સ અને એક્સેલન્સ (આઈસીએઆરઇ) ની ભાગીદારી દ્વારા ગુજરાતમાં વિશ્વ કક્ષાની સંસ્થાઓ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.

આ રેટિંગ માટે KCG દ્વારા કોલેજો અને યુનિવર્સિટીઓ પાસેથી ડિસેમ્બર-૨૦૨૦ સુધીમાં ડેટા મંગાવવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોના મહામારીના કારણે 2 માસ મોડું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]