નવી દિલ્હીઃ દેશમાં ફ્યુઅલની કિંમતોમાં ફરી એક વાર વધારો થયો છે. ફ્યુઅલની કિંમતોમાં લિટરદીઠ રૂ. 80 પૈસાનો વધારો થયો છે. છેલ્લા 15 દિવસોમાં ફ્યુઅલની કિંમતોમાં 14 વાર વધારો થયો છે, જેથી છેલ્લા 16 દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં –દરેકમાં રૂ. 10નો વધારો થયો છે. દેશનાં મેટ્રો સિટીમાં મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત સૌથી વધુ થઈ છે. દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લિટર રૂ. 105.41એ પહોંચી છે, જ્યારે ડીઝલની કિંમત હવે લિટરદીઠ રૂ. 96.67એ પહોંચી છે. મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો અનુક્રમે પ્રતિ લિટર 84 પૈસા વધીને રૂ. 120.51 અને ડીઝલની કિંમત લિટરદીઠ 85 પૈસા વધીને રૂ. 104.77એ પહોંચી છે.
ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપે કહ્યું હતું કે આ ચૂંટણી 80:20 વચ્ચે છે. ભાજપ છેલ્લા 20 દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 80 પૈસાનો વધારો કરી રહ્યો છે, જેથી મેં આવો તર્ક તમને આપ્યો છે, એમ તેમણે કહ્યું હતું. પેટ્રોલિયમપ્રધાન હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે દેશમાં એપ્રિલ, 2021 અને માર્ચ 2022ની વચ્ચે ફ્યુઅલની કિંમતમાં માત્ર પાંચ ટકાનો વધારો થયો છે.