પેન-કાર્ડ નિષ્ક્રિય થતાં માઠાં પરિણામ ભોગવવાં પડશે

નવી દિલ્હીઃ પેન કાર્ડ અને આધારને લિન્ક કરવાની તારીખ ફરી એક વખત 31 માર્ચ, 2023 સુધી વધારવામાં આવી છે, પણ કરદાતાએ આ બંને કાર્ડ લિન્ક નહીં કરાવ્યા હોય તો તે ITR, રિફંડના દાવા માટે અને IT  પ્રક્રિયાઓ હાથ નહીં ધરી શકે, એમ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું. વળી પેનને આધાર સાથે લિન્ક નહીં કરાવવા માટે દંડની રકમ પણ ચૂકવવી પડશે.

 

પેન અને આધારને લિન્ક નહીં કરાવવા માટે નીચેનાં પરિણામો ભોગવવાં પડશે.

  1. CBDTના સર્ક્યુલર મુજબ પેનને આધાર સાથે લિન્ક નહીં કરાવવાથી પેન કાર્ડ 31 માર્ચ, 2023 પછી નિષ્ક્રિય થઈ જશે.
  2. જે કરદાતા બંને કાર્ડને 30 જૂન, 2022 પછી લિન્ક કરાવશે તો તેણે રૂ. 500ની લેટ ફી ચૂકવવી પડશે, એ પછી રૂ. 1000 સુધીનો દંડ લાગે એવી શક્યતા છે.
  3. નિયત મુદત સુધી આધાર કાર્ડ સાથે પેનને લિન્ક નહીં કરાવવાથી કાયદાની જોગવાઈ હેઠળ એક નિષ્ક્રિય થઈ જશે.
  4. આ સિવાય ઇન્કમ ટેક્સના નિયમ 114 AAAમાં જોગવાઈ છે કે જો કરદાતાનું પેન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે તો પછી એ પેન હેઠળની કાર્યવાહી માટે જેતે વ્યક્તિ જવાબદાર રહેશે.   
  5. જેતે કરદાતા પેન કાર્ડના નિષ્ક્રિય થતાં ITR ફાઇલ કરવામાં સક્ષમ નહીં રહે.
  6. પેન્ડિંગ રિટર્નની કોઈ પ્રક્રિયા નહી થાય.
  7. પેન નિષ્ક્રિય થતાં બાકી રહેલું રિફંડ પણ નહીં મેળવી શકાય.
  8. નિષ્ક્રિય પેનને લીધે અપૂર્ણ રિટર્નની કાર્યવાહી પૂરી નહીં થઈ શકે.
  9. પેન નિષ્ક્રિય થતાં ટેક્સ ઊંચા દરોએ લાગુ પડશે.
  10. આ સિવાય કરદાતાએ બેન્કો અને અન્ય નાણાકીય પોર્ટલો પર મુશ્કેલીઓનો સામનો કરવો પડે, કેમ કે નાણાકીય લેવડદેવડમાં મહત્ત્વના KYCમાંનું એક છે.