નવી દિલ્હીઃ વોટ્સએપ આજની જરૂરિયાત બની ગયું છે. ભાગ્યે જ કોઈ સ્માર્ટફોન યુઝર હશે, જે હવે વોટ્સએપ યુઝ કરતા હોય. સોશિયલ મિડિયાના વિશ્વની સૌથી લોકપ્રિય એપ્સમાંની એક છે. છેલ્લા કેટલાક સમયમાં ફેસબુક દ્વારા ચલાવવામાં આવતા વોટ્સએપ મેસેન્જર એપમાં કેટલાંય ફીચર્સ નથી, જે અન્ય એપ્સમાં છે. એમાં ઓટો રિપ્લાય અને શિડ્યુલિંગ ચેટસ જેવા ઓપ્શન્સ સામેલ છે. એક અહેવાલ મુજબ કેટલાક સોફ્ટવેર ડેવલપર્સે આ ફીચર્સને જોડીને વોટ્સએપનું બિનસત્તાવાર વર્ઝન તૈયાર કરી લીધું છે. એ વર્ઝન લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે અને તેઓ પોતાના વોટ્સએપ ચેટ્સ અહીં ટ્રાન્સફર કરી રહ્યા છે. એ વોટ્સએપનું બિનસત્તાવાર વર્ઝન છે.
જોકે વોટ્સએપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આવી થર્ડ પાર્ટી એપ્સ યુઝરની સુરક્ષાની સાથે સમજૂતી કરે છે. એ સોફ્ટવેર મોકલીને યુઝરની માહિતીને હેક કરી શકે છે. એની સાથે એ એપ્સ ગૂગલ પ્લે સ્ટોર જેવા સુરક્ષિત પ્લેટફોર્મથી ડાઉનલોડ નથી કરી શકાતું.