PM કિસાન યોજનાનો લાભ નથી મળ્યો? આ રીતે ભૂલ સુધારો…

નવી દિલ્હીઃ યોગ્યતા હોવા છતાં જો તમને PM કિસાન સન્માન ભંડોળનો લાભ નથી મળ્યો તો તમારે આધાર કાર્ડ અથવા બેન્ક અકાઉન્ટ અથવા અન્ય કાગળિયામાં નામના સ્પેલિંગમાં ફરક છે. એક સ્પેલિંગમાં ભૂલને કારણે આશરે 70 લાખ ખેડૂતોનાં ખાતાંમાં PM કિસાન સન્માન ભંડોળના રૂ. 6000માંથી રૂ. 2000નો પહેલો હપતો હજી સુધી નથી મળ્યો. જો તમે પણ 70  લાખ ખેડૂતોમાંના છો તો આ ભૂલને અત્યારથી સુધારી લો, જેથી તમારા પૈસા ના અટકે. 

70 લાખ અરજીકર્તાઓનાં નામ અને બેન્ક ખાતા નંબરમાં ગરબડ

વાસ્તવમાં PM કિસાન યોજનાના 70 લાખ અરજીકર્તાઓનાં નામ અને બેન્ક ખાતા નંબરમાં ક્યાંક ભૂલ હોય છે, જેથી આ યોજનાની રકમ ઓટોમેટિક સિસ્ટમ પાસ નથી કરતી. કોઈના આધાર કાર્ડના સ્પેલિંગ તેમના બેન્ક એકાઉન્ટથી અલગ હોય છે તો કઈના ડોક્યુમેન્ટમાં કોઈ બીજી મુશ્કેલી હોય છે.

આ યોજનાનો લાભ 9.68 કરોડ ખેડૂતોને મળ્યો

મોદી સરકાર વાર્ષિક 14.5 કરોડ લોકોને પૈસા આપવા ઇચ્છે છે, પણ આનો લાભ અત્યારે 9.68 કરોડ ખેડૂતોને જ મળી શક્યો છે. જો તમે પણ આ નાની ભૂલને કારણે અત્યાર સુધી આ યોજનાના લાભથી વંચિત છો તો આ સરળ કાર્યવાહી દ્વારા એને સુધારી લો અને આ યોજનાનો લાભ ઉઠાવો.

ભૂલ સુધારી આ યોજનાનો લાભ ઉઠાવો

PM-kisan schemeની સત્તાવાર વેબસાઇટ (https://pmkisan.gov.in/) પર જાઓ. એના ફોર્મર કોર્નરની અંદર Edit Aadhaar Details ઓપ્શનપર ક્લિક કરો. તમે અહીં પોતાનો આધાર નંબર નોંધ કરો. ત્યાર બાદ એક કેપ્ચા (Capcha) કોડ સબમિટ કરો. જો તમારા નામમાં ભૂલ છે, એટલે કે અરજી અને આધારમાં જે નામ છે એ બંને અલગ-અલગ છે તો તમે એને ઓનલાઇન સુધારી શકો છો.  જો કોઈ બીજી ભૂલ છે તો એને તમારા એકાઉન્ટન્ટ અને કૃષિ વિભાગ કાર્યાલયમાં સંપર્ક કરો.

 હેલ્પલાઇન નંબર પર વાત કરી શકો

જો અરજી કર્યા પછી પણ પૈસા ના મળે તો કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી હેલ્પલાઇન (PM-Kisan Helpline 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી)  પર સંપર્ક કરો. ત્યાંથી પણ કામ ના થાય તો મંત્રાલયના અન્ય નંબર (011-23381092) પર વાત કરી શકો છો.

આ લોકોને નહીં મળે લાભ

કેન્દ્ર અને રાજ્ય સરકારો અધિકારી અથવા રૂ. 10,000થી વધુ પેન્શન મેળવતા ખેડૂતોને લાભ નહીં મળે. પાછલા નાણાકીય વર્ષમાં ઇન્કમ ટેક્સની ચુકવણી કરતા ખેડૂતો પણ આના લાભથી વંચિત રહેશે. ડોક્ટર, એન્જિનિયર, CA, વકીલ, આર્કિટેક્ટ, વર્તમાન અથવા ભૂતપૂર્વ પ્રધાન, મેયર, જિલ્લા પંચાયત અધ્યક્ષ, વિધાનસભ્ય, MLC, લોકસભા અને રાજ્યસભાના સભ્યને આ યોજનામાંથી બહાર રાખવામાં આવ્યા છે.