નવી દિલ્હીઃ દિગ્ગજ ટેક કંપની IBM કોર્પે બુધવારે સંપત્તિ ડિસઇન્વેસ્ટમેન્ટના ભાગરૂપે 3900 કર્મચારીઓની છટણીની એલાન કર્યું છે. કંપનીએ ચોથા ત્રિમાસિકમાં વાર્ષિક કેશ ટાર્ગેટથી ચૂક્યા પછી એ નિર્ણય લીધો હતો. કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર જેમ્સ કાવાનુધે જણાવ્યું હતું કે કંપની હજી પણ ક્લાયન્ટ ફેસિંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે હાયરિંગ કરવા માટે પ્રતિબદ્ધ છે. IBMએ કહ્યું હતું કે છટણી તેના કિંડરિલ વેપારના સ્પિનઓફ અને AI યુનિટ વોટસન હેલ્થના એક ભગને સંબંધિત છે, જેના પર જાન્યુઆરી-માર્ચના સમયગાળામાં 300 કરોડ ડોલરનું શૂલ્ક લાગશે.
કંપનીની આ છટણીની જાહેરાત પછી શેર બે ટકા તૂટ્યા હતા, જેમાં ઉત્સાહિત પરિણામોની અપેક્ષાએ ઉછાળો ઊભરો સાબિત થયો હતો. સિનિયર એનાલિસ્ટ જેસી કોહેને કહ્યું હતું કે એવું લાગે છે કે બજાર જાહેર કરેલા નોકરીકાપના આકારથી નિરાશ છે, જે એના વર્કફોર્સના માત્ર 1.5 ટકા છે. રોકાણકારો ખર્ચમાં વધુ કાપના ઉપાયોની અપેક્ષા કરી રહ્યા હતા.
બિગ ટેકથી માંડીને વોલ સ્ટ્રીટ બેન્કિંગની મોટી કંપનીઓ સુધી અમેરિકી કંપનીઓ વૈશ્વિક આર્થિક મંદીથી નીપટવા માટે ખર્ચમાં ઘટાડો અને કાપ કરી રહી છે. IBMનો 2022માં કેશ ફ્લો 9.3 અબજ ડોલર હતો, જે તેના 10 અબજ ડોલરના ટાર્ગેટથી થોડો ઓછો હતો, જેને કારણે અપેક્ષાથી વધુ કાર્યકારી મૂડીની જરૂરિયાત છે. કંપની કોન્સ્ટન્ટ કરન્સીની શરતો પર મિડલ સિંગલ ડિજિટમાં વાર્ષિક રેવેન્યુ ગ્રોથનો પણ અંદાજ લગાવ્યો છે, જે ગયા વર્ષના અંદાજ કરતાં 12 ટકાથી વધુ ઓછો છે. મંદીની આશંકાઓની વચ્ચે ગ્રાહકો દ્વારા ડિજિટાઇઝિંગ બિઝનેસ માટે રોગચાળાની આગેવાની માગને સતર્ક ખર્ચનો રસ્તો કર્યો છે.