મને પણ એસિડ હુમલાનો ભય લાગતો હતોઃ કંગના રણોત

નવી દિલ્હીઃ દિલ્હીના દ્વારકા વિસ્તારમાં 17 વર્ષની યુવતી પર એસિડ એટેક થયો હતો, આ દુર્ઘટના પર દરેક દેશવાસીઓમાં આક્રોશ છે. આ એસિડ એટેક યુવતીના મિત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. સોશિયલ મિડિયા પર પણ લોકો આ ઘટના પર ગુસ્સો જાહેર કરી રહ્યા છે. જેના પર હવે કંગના રણોતે પ્રતિક્રિયા આપી હતી. તેણે તેની બહેન રંગોલી ચંદેલ પર એસિડ એટેકને પણ યાદ કર્યો હતો.

તેણે કહ્યું હતું કે મને પણ ડર લાગતો હતો, જ્યારે મારી પાસેથી કોઈ પસાર થશે, તો એ મારી પર એસિડ ફેંકશે. જેથી કોઈ અજાણી વ્યક્તિ તેની પાસેથી જ્યારે પસાર થતી હતી, ત્યારે તે તેનો ચહેરો ઢાંકી લેતી હતી. કંગનાએ તેની માતાની સાડી પહેરેલી પોતાના નાનપણનો ફોટો પણ શેર કર્યો હતો. તેણે તેની બહેન રંગોલી ચંદેલનો બેન્ડ પણ ચોર્યો હતો.

કંગના રણોતે ઇન્સ્ટાગ્રામ પર નોટ લખી છે, જેમાં કંગનાએ લખ્યું છે કે હું જ્યારે ટીનેજર હતી, ત્યારે મારી બહેન રંગોલી ચંદેલ પર રોડ સાઇડ રોમિયોએ એસિડ હુમલો કર્યો હતો. એ વખતે તેને 52 સર્જરીમાંથી પસાર થવું પડ્યું હતું. તેના માનસિક ને શારીરિક દર્દનો અંદાજ નથી લગાવી શકાતો. અમે એક પરિવાર રૂપે તૂટી ગયા હતા. મારે પણ થેરેપીમાંથી પસાર થવું પડ્યું હતું, કેમ કે મારી અંદર ડર પેસી ગયો હતો અને મારી પાસેથી પસાર થતી વ્યક્તિ મારી પર એસિડ ફેંકશે –એવો ફોબિયા થયો હતો. સરકારે આ ગુનાની સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. હું ગૌતમ ગંભીરથી સહમત છું અને આવા એસિડ હુમલાખોરો સામે આકરાં પગલાં લેવાની જરૂર છે.