નવી દિલ્હી: વોટ્સએપના વિશ્વભરમાં કરોડો યુઝર્સ છે. આ એપમાં અનેક ફિચર્સ છે જે તમને મિત્રો અને પરિવાર સાથે સરળતાથી જોડાયેલા રાખે છે. વોટ્સએપ સતત તેમના પ્લેટફોર્મને વધુ સારુ બનાવવા માટે નવા અપડેટ આપતુ રહે છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે તમારા વોટ્સએપને કેવી રીતે અપડેટ કરી શકો છો.
વોટ્સએપને તમારા ફોનના એપ્લિકેશન સ્ટોર પરથી અપડેટ કરવું એકદમ સરળ છે. અહીં મહત્વની વાત એ છે કે, જો તમારા વોટ્સએપ પર કોઈ મેસેજ મળ્યો હોય અને તેને તમારું વોટ્સએપ વર્ઝન સપોર્ટ નથી કરતું તો તમારે તમારું વોટ્સએપ અપડેટ કરવાની જરૂર છે. કંપની હંમેશા અપડેટેડ વર્ઝન વાપરવાનો જ આગ્રહ કરે છે. લેટેસ્ટ વર્ઝનમાં નવા ફિચર્સની સાથે બગ રહેતી નથી. એટલા માટે જ વોટ્સએપના અપડેટેડ વર્ઝનનો ઉપયોગ કરવો ફાયદાકારક રહે છે.
એન્ડ્રોઈડ પર આવી રીતે કરો અપડેટ
સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને વોટ્સએપ સર્ચ કરો. ત્યાં તમને વોટ્સએપ મેસેન્જરની બાજુમાં લખેલુ દેખાશે અપડેટ(જો તમારું વોટ્સએપ લેટેસ્ટ અપડેટ વાળુ નહીં હોય તો) તેના પર ક્લિક કરો. બસ આ અપડેટ થઈ ગયા બાદ તમે નવા વર્ઝનનો ઉપયોગ કરી શકો છો. આઈફોન પર અપડેટ કરવા માટે પણ તમે એપ સ્ટોર પર જઈને વોટ્સએપ સર્ચ કરી તેને અપડેટ કરી શકો છો.
KaiOS (કાઈઓએસ)
એપ મેનુમાં જઈને જિયોસ્ટોર પર પ્રેસ કરો. ત્યાર પછી સોશિયલ સિલેકટ કરવા માટે સાઈડમાં સ્ક્રોલ કરો. હવે વોટ્સએપ સિલેક્ટ કરો. હવે ઓકે કરો અથવા અપડેટ સિલેક્ટ કરો. બસ થઈ ગયું તમારું વોટ્સએપ અપડેટ.