નવી દિલ્હી: શું તમે ક્યારેય કોઈ ડિવાઇસ પર તમારા ફેસબુક એકાઉન્ટનું લોગ-ઇન કર્યા બાદ તેને લોગ-આઉટ કરતા ભૂલી ગયા છો? જો તમારો જવાબ હા હોય તો તે તમારા માટે ખતરાની ઘંટી સાબિત થઈ શકે છે. આ સ્થિતિમાં જો કોઈને તમારા પાસવર્ડ વિશે જાણકારી હશે તો તે તમારું એકાઉન્ટ હેક કરી શકે છે. જો કે એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી ફેસબુકના એક ફિચરની મદદથી શોધી શકાય છે કે તમારું એકાઉન્ટ ક્યાં લોગ-ઇન થયેલ છે અને કઈ ડિવાઈસ પર એક્ટિવ છે. ત્યાથી તમે લોગઆઉટ પણ કરી શકો છો અને તમારા એકાઉન્ટને હેકિંગથી સુરક્ષિત રાખી શકો છો.
ફેસબુક તમને ડિવાઈસ અને લોકેશન્સની લિસ્ટ બતાવે છે જ્યાં તમારું એકાઉન્ટ વાપરવામાં આવ્યું હોય. સાથે ત્યાથી તમને જાણવા મળશે કે, ડિવાઈસ કયા પ્રકારનું છે અથવા કયા બ્રાઉઝરમાં તમારું એકાઉન્ટ ઓપન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, છેલ્લી વખત તમારું એકાઉન્ટ ક્યારે એક્સેસ કરવામાં આવ્યું, ટાઈમ અને ડેટની સાથે માહિતી આપવામાં આવશે. જો કોઈ પણ એકાઉન્ટ એક્ટિવિટી તમને એલર્ટ આપે તો તમે બધા એક્ટિવ ફેસબુક સેશન્સથી લોગ આઉટ કરી શકો છો. અમે અહીં તમારા ફેસબુક એકાઉન્ટની સુરક્ષા માટે કેટલાક સ્ટેપ જણાવી રહ્યા છીએ જેને ફોલો કરીને તમે સરળતાથી તમારુ એકાઉન્ટ સુરક્ષિત રાખી શકશો.
સ્માર્ટફોન પર આરીતે ફોલો કરો સ્ટેપ
|
ડેસ્કટોપ પર આ રીતે ફોલો કરો સ્ટેપ
|