નીરવ મોદીની ચીજવસ્તુઓ સહિત અનેક મિલકતની હરાજી થશે

મુંબઈઃ ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની લક્ઝરી કારો, મોંઘી ઘડિયાળો, દુર્લભ પેઇન્ટિંગ સહિત કુલ 112 ચીજવસ્તુઓની ગુરુવારે હરાજી કરવામાં આવશે. એન્ફોર્સમેન્ટ દ્વારા  સેફ્રોનઆર્ટ (saffronart) લાઇવ ઓક્શન મારફતે આ મિલકતોની હરાજી કરાશે. ત્યાર બાદ 72 માલસામાનનું વેચાણ ઓનલાઇન થશે. પંજાબ નેશનલ બેન્કને રૂ. 14,000 કરોડથી વધુનો ચૂનો લગાડનાર નીરવ મોદી બ્રિટનની જેલમાં બંધ છે. હરાજી કરનાર સેફ્રોનઆર્ટ (saffronart)ને આ હરાજીમાંથી રૂ. 55 કરોડ પ્રાપ્ત થવાની આશા છે.

ઓનલાઇન હરાજી

સેફ્રોનઆર્ટ (saffronart)એ પાછલા સપ્તાહે માર્ચમાં નીરવની કુલ સંપત્તિઓની હરાજી કરી હતી. એણે કહ્યું હતું કે ગુરુવારે 112 ચીજવસ્તુઓનું લાઇવ ઓક્શન કરવામાં આવશે. ત્યાર પછી આગામી સપ્તાહે એ ઓનલાઇન ઓક્શન થશે.

કેટલાંય મશહૂર પેઇન્ટિંગ્સનાં પણ વેચાણ

આ હરાજીમાં અમૃતા શેરગિલની 1935ની પ્ખ્યાત પેઇન્ટિંગ  ‘Boys Lemons’ને એક મોટા આકર્ષણ રૂપે જોવામાં આવી રહ્યું છે. આ પેઇન્ટિંગસને રૂ. 12-18 કરોડ હાંસલ થવાની આશા છે. આ જ પ્રકારના જાણીતા પેઇન્ટર એમએપ હુસૈનની પેઇન્ટિંગ પણ લગભગ આટલી જ રકમ મળવાની આશા છે. સેફ્રોનઆર્ટ (saffronart)એ કહ્યું હતું કે આ હરાજીમાં વી. એસ. ગાયતોંડે, મંજિત બાવા અને રાજા રવિ વર્માની કલાકૃતિઓની પણ હરાજી કરવામાં આવશે.

કીમતી ઘડિયાળોની પણ હરાજી

Jaeger-LeCoultre Men’s ‘Reverso Gyrotourbillon 2ની મર્યાદિત એડિશનની દુર્લભ ઘડિયાળની પણ હરાજી રૂ. 70 લાખમાં થવાની સંભાવના છે. આ હરાજી દરમ્યાન Patek Phillipe Nautilus Gold and diamond વોચના વેચાણથી રૂ. 70 લાખ હાંસલ થવાની અપેક્ષા છે.

રોલ્સ રોય્સ ઘોસ્ટના રૂ. 95 લાખ મળવાની શક્યતા

લક્ઝરી કારોની વાત કરીએ તો લાંબા અંતર માટેની માકુલ રોલ્સ રોય્સ ઘોસ્ટ પર રૂ. 95 લાખની બોલી બોલાય એવી શક્યતા છે. આ હરાજીમાં કેટલીક બ્રાન્ડેડ હેન્ડ બેગ્સનું વેચાણ કરાશે ત્રીજી અને ચોથી માર્ચે ઓનલાઇન ઓક્શનમાં એક પોર્શે પનામેરા એસ કાર સહિત 72 ચીજવસ્તુઓની હરાજી થશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]