હોંગકોંગઃ વિશ્વમાં હોંગકોંગમાં કોરોના રોગચાળાથી મૃત્યુ દર પ્રતિ 10 લાખ લાખ લોકોમાં સૌથી વધુ છે અને એમાં પણ સિનિયર સિટિઝનોમાં ખાસ કરીને જે લોકોએ રસી નથી લીધી, તેઓ વધુ ને વધુ કોરોના સંક્રમિત થયા હતા. હોંગકોંગમાં છઠ્ઠી માર્ચ સુધી સરેરાશ પ્રતિ 10 લાખ લોકોમાં 25-26 મોતો કોરોનાથી નોંધાઈ હતી, એમ ઓક્સફોર્ડ સંશોધકોનો ડેટા કહે છે. આ ડેટા લાટવિયાથી 9.26 ગણો વધુ, અમેરિકાથી 4.29 ગણો, સિંગાપુરથી 1.86 ગણો, ઓસ્ટ્રેલિયાથી 1.41 ગણો, જાપાનથી 1.68 ગણો અને દક્ષિણ કોરિયાથી 2.89 ગણો વધુ છે.
હોંગકોંગમાં મૃત્યુ દર સિંગાપુરમાં 0.13 ટકા, દક્ષિણ કોરિયાના 0.2 ટકા અને ઓસ્ટ્રેલિયાના 0.16 ટકાની તુલનાએ 0.4 ટકા નોંધાયો હતો. વળી ડિસેમ્બરના અંત સુધીમાં હોંગકોંગમાં 2300થી વધુ લોકોના કોરોના રોગચાળાથી મોત થયાં હતાં, જેમાં આશરે 70 ટકા વયોવૃદ્ધ, 80 વર્ષના અને એનાથી વધુ વયના લોકો હતા. સરકારના બધા નાગરિકોને રસીકરણના પ્રયાસો છતાં 80થી નાની વયના અનેક લોકોએ રસી નહોતી લીધી અને હજી પણ નથી લઈ રહ્યા.
શહેરમાં મંગળવારે કોરોના 42,000થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે અને એમાં 2400 લોકોનાં મોત નોંધાયાં હતાં. આ સાથે હોંગકોંગમાં 5,39,000થી વધુ લોકો કોરોના સંક્રમિત છે. હજી આવતા મહિના સુધીમાં 74 લાખ લોકોનું કોરોનાનું ત્રણ વાર પરીક્ષણ કરવાની યોજના બનાવી છે, એમ ચીફ એક્ઝિક્યુટિવ કેરી લિમે જણાવ્યું હતું.