છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 57નાં મોતઃ નવા 1,429 કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા તાજા આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 24,506 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 1429 નવા કેસ સામે આવ્યા છે અને 57 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધી સૌથી વધુ મોતના મામલા સામે આવ્યા છે. દેશમાં કોવિડ-19થી કુલ થનારાં મોતનો આંકડો 775એ પહોંચ્યો છે. જોકે રાહતના સમાચાર એ છે કે આ બીમારીમાંથી અત્યાર સુધી 5,063 લોકો સાજા થઈ ચૂક્યા છે. દર્દીઓમાં સુધારાનો દર (રિકવરી રેટ) 20.66 છે.

વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 27 લાખને પાર

કોરોના વાઇરસ અત્યાર સુધી 185 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 27,91,045એ પહોંચી ગઈ છે. આ વાઇરસના સક્રિય સંક્રમિતોની સંખ્યા 18,14, 181 છે. આ વાઇરસે અત્યાર સુધી 1,95,915 લોકોનો ભોગ લીધો છે. જ્યારે આ બીમારીમાંથી અત્યાર સુધી 7,80,949 લોકો રિકવર થયા છે.

શરતોની સાથે દુકાનો ખોલવાની મંજૂરી

ગૃહ મંત્રાલયે ગઈ કાલે આપેલા આદેશમાં કહ્યું છે કે બધાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પૂરતી તકેદારીનું ધ્યાન રાખતાંમ 50 ટકા કર્મચારી સાથે દુકાન અને કંપનીઓ ખોલી શકાશે. મંત્રાલયે વધુમાં કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી સાવધાનીનું પાલન કરવું પડશે. આ સાથે MHA દ્વારા કહેવામાંઆવ્યું છે કે આ આદેશ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લાગુ નહીં થાય. આ ઉપરાંત બ્રાનમ્ડ મોલ સહિત અન્ય મોટી કંપનીઓને ખોલવાની મંજૂરી હજી આપવામાં નથી આવી. દેશમાં રાજ્યવાર કોરોના વાઇરસના કેસોની સ્થિતિ આ મુજબ છે.