માર્કેટમાંથી ખરીદતી વખતે રેમેડિસિવિરની ઓળખ આ રીતે કરો…

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાઇરસની બીજી લહેરે કેર વર્તાવ્યો છે. આવામાં ગંભીર દર્દીઓની સારવાર માટે ડોક્ટર્સ રેમેડિસિવિર ઇન્જેક્શનની માગ કરી રહ્યા છે. કોરોના સંક્રમણ કેસો વધ્યા પછી ઓક્સિજન સિલિન્ડરને લઈને ખેંચતાણનો દોર શરૂ થયો છે. આવા સમયે ઓક્સિજન પછી કોઈ ચીજવસ્તુની વધુ માગ છે તો એ રેમેડિસિવિર ઇન્જેક્શનની છે. આ ઇન્જેક્શનના બ્લેક માર્કેટિંગના થઈ રહ્યા છે અને નકલી રેમેડિસિવિર કૌભાંડ પણ બહાર આવ્યું છે. આવા બહુ જરૂરી છે કે રેમેડિસિવિર ઇન્જેક્શનને અસલી અથવા નકલીની ઓળખ કેવી રીતે કરવામાં આવે?

દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાંચના DCP અને IPS અધિકારી મોનિકા ભારદ્વાજે ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે રેમેડિસિવિરની નકલી અથવા અસલી ઓળખ કેવી રીતે કરી શકાય. તેમણે નકલી પેકેટ પર કેટલીક ભૂલો તરફ ઇશારો કર્યો છે, જે એને અસલી પેકેટથી અલગ કરવામાં મદદ કરી શકે છે.

આવી રીતે અસલી-નકલીની ઓળખ કરો

  • નકલી રેમેડિસિવિરના પેકેટ પર ઇન્જેક્શનનના નામ પહેલાં Rx નથી લખેલું.
  • અસલી રેમેડિસિવિર પર 100 mg/Vial લખ્યું છે, જ્યારે નકલી પેકેટ પર 100 mg/vial લખ્યું છે એટલે કે  Capital Vનો ફરક છે.
  • અસલી પેકેટ પર For use in  લખ્યું છે, જ્યારે નકલી પેકેટ પર for use in  લખ્યું છે.
  • અસલી પેકેટની પાછળ ચેતવણી લેબલ (Warning Label) લાલ રંગમાં છે, જ્યારે નકલી પેકેટ પર (Warning Label) કાળા રંગમાં છે.
  • નકલી રેમેડિસિવિરના પેકેટ પર Warning લેબલની ઠીક નીચે મુખ્ય સૂચના Covifir (બ્રાન્ડનેમ) is manufactured under the license from Gilead Sciences, Inc નથી લખ્યું.
  • નકલી રેમેડિસિવિરવાળા પેકેટ પર (Address)માં સ્પેલિંગમાં ભૂલો છે, જેમ કે નકલી પેકેટ પર Telangana ને બદલે Telagana લખ્યું છે.