નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. આબકારી કૌભાંડમાં જેલમાં બંધ કેજરીવાલને દિલ્હી હાઇકોર્ટે એક વધુ આંચકો આપ્યો છે. હાઇકોર્ટે મુખ્ય મંત્રી કેજરીવાલ માટે અસાધારણ વચગાળાના જામીનની માગ કરતી જનહિત અરજીને સોમવારે કોર્ટે ફગાવી દીધી હતી અને અરજીકર્તા પર રૂ. 75,000નો દંડ પણ ફટકાર્યો હતો.
કેજરીવાલ આબકારી કૌભાંડથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલે ન્યાયિક હિરાસતમાં છે. કાર્યવાહક મુખ્ય જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પી. એસ. અરોડાની ખંડપીઠે ટિપ્પણી કરી હતી કે એ અરજી ઉચિત વિચાર કરીને દાખલ કરવામાં નથી આવી અને કોર્ટ ઉચ્ચ પદ પર બેઠેલા કોઈ પણ વ્યક્તિને અસાધારણ વચગાળાના જામીન નથી આપી શકતી. ખંડપીઠે કહ્યું હતું કે શું એ (અરજીકર્તા) કોલેજમાં જાય છે. એ કાયદાના સિદ્ધાંતોનું પાલન નથી કરી રહ્યા, એમ કોર્ટે કહ્યું હતું.
અરજીકર્તાના વકીલે કોર્ટમાં દલીલ આપતાં કહ્યું હતું કે તેમની પાસે કોર્ટમાં જવા સિવાય કોઈ બીજો રસ્તો નહોતો. વકીલે કહ્યું હતું કે મુખ્ય મંત્રીની ધરપકડને કારણે સંપૂર્ણ સરકાર ઠપ પડી ગઈ છે. દિલ્હીમાં થનારા કામકાજ અટકી ગયાં છે. તેમને જામીન મળવા જોઈએ. સરકારી હોસ્પિટલોમાં દવા ઉપલબ્ધ નથી, જે ઘણો ચિંતાનો વિષય છે.કોર્ટે ટિપ્પણી કરી હતી કે આપ નેતાની પાસે પોતાના કાનૂની વિકલ્પોનો લાભ લેવા માટે પગલાં ભરવા માટે સાધન છે અને અરજીકર્તાની પાસે તેમની તરફથી દલીલો કરવા માટે કોઈ વકાલતનામું નથી. તમે કોણ છો? તમે આપ વિશે વધારી-વધારીને બોલી રહ્યા છો. તમારી પાસે વીટો શક્તિ છે કે તમે આપશો, એમ કોર્ટે સવાલ કર્યો હતો.
અરજીકર્તાના વકીલે કોર્ટને કહ્યું હતું કે કેજરીવાલની સુરક્ષા ખતરામાં છે, કેમ કે તેઓ કટ્ટર અપરાધીઓની સાથે જેલમાં બંધ છે.