લોકડાઉનમાં કંટાળી ગયા છો? ટ્રાઈ કરો વિશેષ ગૂગલ ડૂડલ

નવી દિલ્હી: ઈન્ટરનેટ સર્ચ એન્જિન ગૂગલ હંમેશા લોકો માટે કંઈક નવી એક્ટિવિટી કરતું રહે છે. કોરોના લોકડાઉનમાં લોકો ઘરે બેઠા બેઠા કંટાળી ન જાય અને સાથે કંઈક નવું શીખે એ ઉદેશ્યથી ગૂગલે એક વિશેષ ડૂડલ બનાવ્યું છે. ગૂગલે જે ડૂડલ લાઈવ કર્યું છે તેને કિડ્સ કોડિંગના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે બનાવવામાં આવ્યું છે. આ કિડ્સ કોડિંગ ગેમને વર્ષ 2017માં ગૂગલે ડૂડલ તરીકે રજૂ કરી હતી.

ગૂગલનું આજનું ડૂડલ બાળકો માટે ખૂબ જ મજેદાર છે. આ ડૂડલ ગેમમાં એક સસલુ છે જેણે ગૂગલમાં રહેલા તમામ ગાજર એક્ઠા કરવાના છે. આ ગેમ સરળ હોવાની સાથે તમે તેને નોન પ્રોગ્રામર્સ તરીકે પણ રમી શકો છો. 1960ના દાયકામાં બાળકો માટે પ્રથમ કોડિંગ લેંગ્વેજ લોગ આવી હતી ત્યારે લોકોએ એને અશક્ય અને અર્થ વગરની ગણાવી હતી. આ લેંગ્વેજને સેમોર પેપર્ટ અને એમઆઈટીના રિસર્ચર્સે ડિઝાઈન અને ડેવલપ કરી હતી.

લોગો બાળકોને ટર્ટલ પ્રોગ્રામ અને મૂવમેન્ટ કન્ટ્રોલ કરવાની મંજૂરી આપે છે. સાથે આ ગણિત અને વિજ્ઞાનમાં આઈડિયા એક્સપ્લોર કરવાની પણ તક આપે છે. જો તમે હાલ લોકડાઉનમાં ઘરે કંટાળી ગયા હો તો આ ગેમ ટ્રાઈ કરી શકો છો. આ મજેદાર ગેમને ગૂગલ ડૂડલ ટીમ, ગૂગલ બ્લોકલી ટીમ, અને એમઆઈટી સ્ક્રેચ ટીમે મળીને બનાવી છે. આ ગેમ રમવાની સાથે તમે નવી વસ્તુ પણ શીખી શકો છો. આશા છે કે, આગામી દિવસો ગૂગલ આવી અન્ય કોડિંગ ગેમ પણ લઈને આવશે.