નવી દિલ્હીઃ દેશભરમાં ભીષણ ગરમી દરમ્યાન લોકોએ આ વખતે પ્રચંડ હીટ વેવનો સામનો કરવો પડ્યો હતો. ઉત્તર ભારતથી માંડીને દક્ષિણ ભારત સુધીનાં રાજ્યોમાં હીટ વેવે લોકોના હાલ-બેહાલ કરી દીધા છે. જોકે હવે હવામાન વિભાગે સારા સમાચાર આપતાં કહ્યું હતું કે દેશમાંથી હીટ વેવ ટૂંક સમયમાં પૂરી થશે. આગામી ત્રણ દિવસમાં પાંચ ડિગ્રી પારો નીચે જશે.
વિભાગના વૈજ્ઞાનિક સોમે જણાવ્યું હતું કે દેશમાં ક્યા-કેટલો વરસાદ થશે? તેમણે જણાવ્યું હતું કે ભીષણ ગરમીથી ત્રણ-ચાર દિવસમાં રાહત મળશે. ચાર-પાંચ ડિગ્રી પારો નીચે પડશે. ઉત્તર ભારતમાં ત્રણ-ચાર દિવસમાં સંપૂર્ણ રીતે ચોમાસું બેસી જશે. હવે જરૂર પડ્યે પાંચ દિવસ પહેલાં ચેતવણી જારી કરવામાં આવશે. સરકાર હાલમાં પૂર અને વરસાદને લઈને બેઠક કરી હતી.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ અગાઉ આ મહિનામાં દેશમાં સામાન્ય વરસાદની આગાહી કરી હતી, પરંતુ 18 જૂને તેણે તેની પ્રારંભિક આગાહીમાં સુધારો કરવો પડ્યો. આ અસર એટલી દેખાઈ રહી છે કે લોંગ ટર્મ એવરેજ (LPA)ના સંદર્ભમાં 92 ટકાથી ઓછું કરી દેવામાં આવ્યું છે.
દક્ષિણ પશ્ચિમી મોન્સુન આગળ વધી રહ્યું છે અને દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં પ્રવેશી ચૂક્યું છે. એ સાથે મોન્સુને દક્ષિણ-પૂર્વ રાજસ્થાનના કેટલાક ભાગ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના દક્ષિણ ભાગમાં પણ મોન્સુને પ્રવેશ કર્યો છે. દેશનાં કેટલાંય સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગે આગામી ચાર-પાંચમાં પશ્ચિમી તટે અને પૂર્વોત્તર ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. એ સાથે વિભાગે કહ્યું છે કે આગામી ત્રણ-ચાર દિવસમાં પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના બાકીના ભાગોમાં ને ઉત્તર-પશ્ચિમના કેટલા ભાગોમાં દક્ષિણ-પશ્ચિમી મોન્સુનની આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ રહેવાની સંભાવના છે.