ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમખંડના તૂટવાથી નદીઓમાં પ્રચંડ પૂર આવ્યું છે. પૃથ્વીની સપાટી પર બરફના વિશાળ આકારના ગતિશીલ ખડકોને ગ્લેશિયર કહેવાય છે. આ ગ્લેશિયર ઉપરના ભાગે વજન વધવાને કારણે નીચેની તરફ પ્રવાહ કરે છે. ભારતમાં પાણીના મોટા સ્ત્રોતના રૂપમાં ગ્લેશિયર પડેલા છે. ક્લાયમેટ ચેન્જને કારણે પૃથ્વીનું તાપમાન સતત વધે છે. એવામાં ગ્લેશિયર પીગળવાથી અનેક જગ્યાએ ગ્લેશિયરના નાના સરોવરો રચાઈ ગયા છે. આમાંના અનેક સરોવરો નદીઓના કિનારા પર જામેલા છે. હિમાલય પર્વતમાળાના અત્યંત ઉંચાઈ પર આવેલા વિસ્તારોમાં હિમખંડ પીગળીને નીચેની તરફ વહે છે. એની સાથે ભેખડો પણ ગ્લેશિયર સરોવરોમાં જમા થઈ જાય છે. ગ્લેશિયર સરોવરોમાં જ્યારે પાણીનું દબાણ વધી જાય છે ત્યારે એ સહન કરી શકતી અને ફાટે છે. એને કારણે જળપ્રલય આવે છે. એના માર્ગમાં આવનાર બધું જ તણાઈ જાય છે, વહી જાય છે. ધારો કે કોઈ નદી પર કોઈ બંધ કે વીજળી ઉત્પન્ન યોજના બનાવાઈ હોય તો એ વધારે ફાટે છે.
ચમોલીમાં તપોવન ક્ષેત્રમાં આજે સવારે આવેલા પ્રલયને કારણે ઋષિગંગા અને તપોવન હાઈડ્રો પ્રોજેક્ટ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયા છે. ધૌલી નદીમાં પૂર આવતાં હરિદ્વાર સુધી જોખમ ઊભું થયું છે. અલકનંદા નદીમાં પણ પૂર આવ્યું છે. ઉત્તર પ્રદેશ સરકારે પણ તંત્રને એલર્ટ કરી દીધું છે.