નવી દિલ્હીઃ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, “હું કોલકાતાના ઇડન ગાર્ડન્સની ઇન્ડોર ફેસિલિટી અને પ્લેયર ડોરમેટ્રી બંગાળની સરકારને આપવા તૈયાર છું. આ જગ્યાનો ક્વોરેન્ટાઇન ફેસિલિટી તરીકે ઉપયોગ થઈ શકે છે.”
ગાંગુલીએ વધુ ઉમેરતા કહ્યું કે, જો સરકાર અમને કહે તો અમે ચોક્કસ આ જગ્યા તેમને હેન્ડઓવર કરી દેશું. અત્યારે જરૂરતની ઘડીએ કંઈપણ કરવા તૈયાર છીએ. અમને કોઈ વાંધો નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની બિમારી સામે સમગ્ર દેશને સતર્ક કરવા માટે મંગળવારે રાત્રે 8 વાગ્યે દેશવ્યાપી સંબોધન કરતાં કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ એ જ આ મહામારીને નાથવાનો એકમાત્ર ઉપાય છે. તેમણે સમગ્ર દેશમાં વધુ 3 અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરીને દેશવાસીઓને તેનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી.