નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના યુનિટને રેમડિસિવિર અને ટોસિલિઝુમાબના કાળા બજાર થતા રોકવા માટે આપવામાં આવેલા નિર્દેશના એક દિવસ પછી રાજ્યની ક્રાઇમ બ્રાન્ચે બે અલગ-અલગ ઓપરેશન્સ દ્વારા ચાર લોકોની રેમડિસિવિરના કાળા બજાર કરવા બદલ ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી રેમડિસિવિરના ઇન્જેક્શનની 13 બોટલો જપ્ત કરી છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે કેટલીક ટીમોને આ પ્રકારની આંતરરાજ્ય ગેંગની ઓળખ કરવા અને તેના પર સકંજો કસવા માટે તહેનાત કરી હતી, એમ ડીસીપી (ક્રાઇમ બ્રાન્ચ)નાં મોનિકા ભારદ્વાજે કહ્યું હતું. અમે બે લોકો વિશે માહિતી પ્રાપ્ત કર્યા પછી FIR પણ નોંધ્યો છે અને તેમની ધરપકડ કરી છે. તેમની ઓળખ અમૃતસરમાં રહેતા તલવિન્દર સિંહ અને ઉત્તરીય દિલ્હીના રોશનારા રોડનિવાસી જિતેન્દ્રકુમારના રૂપમાં થઈ છે. તેમની તપાસ દરમ્યાન તેમણે ખુલાસો કર્યો હતો કે તેઓ મુખ્ય શહેરોમાં ગેન્દનું સંચાલન કરી રહ્યા છે અને રૂ. 25,000થી રૂ. 40,000ની વચ્ચે રેમડિસિવિરનું વેચાણ કરતા હતા.
પોલીસની તપાસ દરમ્યાન સિંહે જણાવ્યું હતું કે તે વધુ કિંમતે ઇન્જેક્શન્સના કાળા બજાર કરતો હતો, કેમ કે ઇન્જેક્શન્સની માગ વધુ હતી.