ભુવનેશ્વરમાં પાલતુ કૂતરો કરડવા, જાહેરમાં મળ ઉત્સર્જન કરવા પર દંડ

ભુવનેશ્વરઃ ઓડિશાના પાટનગર ભુવનેશ્વરમાં કૂતરો પાળતા લોલોએ હવે સાવધ રહેવું પડશે. હવે જો તમારો પાલતુ કૂતરો કોઈના પર હુમલો કરશે કે કરડશે તો એના માટે ભારે દંડ ચૂકવવો પડશે. ભુવનેશ્વર નગર નિગમ (BMC)એ પાળતુ કૂતરા સંબંધે નવા નિયમ જારી કર્યા છે. આને લઈને પસાર કરવામાં આવેલા નવા નિયમનું નામ BMC (રજિસ્ટ્રેશન અને કૂતરાના ઉચ્ચ નિયંત્રણ) ઉપનિયમ 2023 રાખવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ જો પાલતુ કૂતરો કોઈને કરડે અથવા જાહેર જગ્યા પર મળ ઉત્સર્જન કરે તો પાલતુ કૂતરાના માલિકને ભારે દંડ ચૂકવવો પડશે.

નવા નિયમના પેટા નિયમોનું ઉલ્લંઘન કરનારા કૂતરાના માલિકોના રજિસ્ટ્રેશન સત્તાવાળા દ્વારા દંડ ફટકારવામાં આવશે અને એ દંડ રૂ. 10,000 સુધી વધી શકે છે.

BMCના નવા નિયમો અનુસાર જો ઉલ્લંઘ વારંવાર થતું રહેશે તો કૂતરાના માલિકને વધારાનો દંડ ચૂકવવાનો રહેશે અથવા કૂતરાને અટકાયતમાં લેવામાં આવશે, જે પછી અટકાયમાં કૂતરા માટે મહત્તમ સાત દિવસો માટે દિવસદીઠ રૂ. 200 સુધી દંડ લેવામાં આવશે અને પછી એ વધારવામાં આવશે.

જો કૂતરાનના માલિકી હક પર દાવો નહીં કરવામાં આવે તો એનું રજિસ્ટ્રેન કરી દેવામાં આવશે અને એ પછી કૂતરાને ખુલ્લા માધ્યમથી વેચવામાં આવશે. જો કૂતરાનો માલિક એક કેલેન્ડર વર્ષમાં કમસે કમ ત્રણ વાર નિયમોની શરતોનો ભંગ કરવામાં આવશે તો રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે.

વળી, BMC ઉપ નિયમ 2023નું કહેવું છે કે એક પશુપ્રેમી મહત્તમ બે કૂતરાને રાખી શકે છે. આ ઉપરાંત માલિક કૂતરાને કોઈ શોમાં લઈ જવા ઇચ્છે તો તેણે એની સૂચના BMC ઓફિસમાં પહેલાં આપવી પડશે.