દિલ્હી બોર્ડરથી આંદોલનકારી ખેડૂતો હવે સંસદ-કૂચ કરશે

નવી દિલ્હીઃ ત્રણ કૃષિ કાયદાઓની સામે ખેડૂતોના આંદોલનને બુધવારે 125 દિવસ પૂરા થયા છે. આ પ્રસંગે સંયુક્ત કિસાન મોરચાએ આગામી કાર્યક્રમ વિશે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. ખેડૂતો સંસદ તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. સંસદમાં ખેડૂતો ક્યારે પ્રદર્શન કરશે એની તારીખ હજી નક્કી નથી, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે મેના પહેલા પખવાડિયામાં સંસદ તરફ કૂચ કરવામાં આવશે. ખેડૂતો હવે સરકાર પર દબાણ બનાવવા માટે વ્યૂહરચના ઘડી રહ્યા છે.

સંયુક્ત ખેડૂત મોરચા મુજબ સંસદ કૂચ દરમ્યાન તેમની સાથે મહિલાઓ, બેરોજગાર, યુવા સહિત સમાજના દરેક વર્ગના લોકો સામેલ થશે. આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ થશે. ત્યાર બાદ દિલ્હીની કેટલીક સરહદ સુધી પદયાત્રા કરવામાં આવશે. આ બધું 15 મે પહેલાં થશે.

ખેડૂતોનું આયોજન શું હશે?

પાંચ એપ્રિલ: ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) બચાવો દિવસ ઊજવવામાં આવશે. આ દિવસે દેશભરમાં FCIની ઓફિસોનો ઘેરાવ કરવામાં આવશે.

10 એપ્રિલઃ 24 કલાક માટે કુંડલી-માનેસર-પલવલને બ્લોક કરવામાં આવશે.

13 એપ્રિલઃ વેશાખી તહેવાર દિલ્હીની સરહદે જ ઊજવવામાં આવશે.

14 એપ્રિલઃ ડો. આંબેડકર જયંતી પસ સંવિધાન બચાવો દિવસ ઊજવવામાં આવશે.

1 મેઃ દિલ્હીની બોર્ડરે મજૂર દિવસ ઊજવવામાં આવશે, આ દિવસે બધા કાર્યક્રમ મજૂરખેડૂત એકતા દિવસને સમર્પિત થશે.

ગયા વર્ષના સપ્ટેમ્બરમાં કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદા લાગુ કર્યા હતા. આ ત્રણ કાયદા વિરુદ્ધ ખેડૂતો ગયા વર્ષે 26 નવેમ્બરથી દિલ્હીની બોર્ડરે આંદોલન કરી રહ્યા છે. ખેડૂત અને સરકાર વચ્ચે 11 વાર કૃષિ કાયદાઓ માટે વાતચીત થઈ ચૂકી છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]