નવી દિલ્હીઃ એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)થી જોડાયેલા છ કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ માટે રાહતના સમાચાર છે. EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT)એ નાણાકીય વર્ષ 2020-21 માટે EPF પર 8.50 ટકા વ્યાજદર રાખ્યું કરી છે, જે ગયા વર્ષ જેટલું છે. જેથી હવે કર્મચારીઓને ચાલુ નાણાકીય વર્ષમાં EPFમાં જમા રકમ પર ગયા વર્ષની સમકક્ષ વળતર મળશે.
જોકે નાણાકીય વર્ષ 20212-1થી વ્યાજનો દર સૌથી ઓછો હતો, પણ આશંકાથી વિરુદ્ધ વ્યાજદરમાં ઘટાડો ના કરીને યથાવત્ રાખવામાં આવ્યા છે. આશંકા હતી કે રોગચાળાને કારણે EPFમાં ઓછી ડિપોઝિટ અને વધુ રકમના ઉપાડને કારણે વ્યાજદર ઘટાડવામાં આવશે.
શ્રમ સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું હતું કે પીએફ ડિપોઝિટ પર વ્યાજદરને નાણાકીય વર્ષ 2020-21 માટે યથાવત્ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રીનગરમાં CBTની 228મી બેઠકમાં આ વખતે નિર્ણય લેવામાં આવ્યો હતો. EPFOએ નાણાકીય વર્ષ 2018-19માં 8.65 ટકા વ્યાજદર આપ્યું હતું.
એક અંદાજ અનુસાર 31 ડિસેમ્બર, 2020 સુધી બે કરોડથી વધુ EPFO સબસ્ક્રાઇબર્સે કુલ મળીને રૂ. 73000 કરોડથી વધુની રકમનો ઉપાડ કર્યો હતો. નાણાકીય વર્ષ પૂરું થતાં એમાં વધારો થવાની આશા છે. નાણાકીય વર્ષ 2018-19માં 1.67 કરોડ સબસ્ક્રાઇબર્સે કુલ મળીને 81,200 કરોડનો ઉપાડ કર્યો હતો.
નિવૃત્ત ફંડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડો એટલે કે ETFએ ઇન્ક્રિમેન્ટલ કોર્પસના 15 ટકા મૂડીરોકાણ કરે છે. નાણા વર્ષ 2019-20માં EPFOને ઇક્વિટી મૂડીરોકાણ પર (-) 8.3 ટકા વળતર મળ્યું હતું.