EMI ફ્રોડઃ જાહેર-ખાનગી બેન્કોએ ગ્રાહકોને ચેતવ્યા

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને પગલે દેશમાં લોકડાઉન લાગુ થયું છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે ત્રણ મહિના એટલે કે 31 માર્ચથી 31 મે સુધી દરેક પ્રકારની ચુકવણી, લોન અને ક્રેડિટ કાર્ડ બિલના EMIમાં  હાલ પૂરતું હંગામી ધોરણે રાહત આપી છે. આવામાં ઓનલાઇન છેતરપિંડી કરવાવાળા સક્રિય થઈ ગયા છે અને ગ્રાહકોને છેતરવા માટે દાવપેચ અજમાવી રહ્યા છે. દેશમાં મોટી બેન્કો જેવી કે એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને સ્ટેટ બેન્ક સહિત અન્ય બેન્કોએ પોતાના ગ્રાહકોને આવી છેતરપિંડી કરવા સામે ચેતવ્યા છે.

ચાલો, જાણીએ EMI છેતરપિંડી કેવી રીતે થાય છે અને એનાથી કેવી રીતે બચી શકાય?

આ છેતરપિંડી તમારી બેન્કના કર્મચારી વાત કરશે?

તમને ફસાવવા માટે, તમને છેતરવા માટે આ છેતરપિંડી તમારા બેન્કના કર્મચારીને વાત કરશે અને તમને જણાવશે કે તમે કઈ રીતે EMI પર હંગામી રાહતનો લાભ લઈ શકો છો.

કોલ સાચો લાગે એટલે આના માટે તમારી વ્યક્તિગત માહિતીની ચકાસણી થશે

તમારી સાથે છેતરપિંડી કરવા માટે અને કોલ સાચો લાગે એ માટે અને તમને કોઈ પણ જાતની શંકા ના થાય એટલા માટે તમારી જન્મતિથિ, આધાર કાર્ડ નંબર, પેન કાર્ડ જેવી માહિતીની ચકાસણી કરવાનું બહાનું કાઢશે.

છેતરવાવાળા લોકો તમને EMI  અને ક્રેડિટ કાર્ટ વિશે સ્પષ્ટીકરણ આપશે

આ ઓનલાઇન ઠગો તમને જણાવશે કે EMI, ક્રેડિટ કાર્ડ પર કેવી રીતે હંગામી રાહત મળી શકે છે અને તમારી મદદ કરવાની કોશિશનું બહાનું કાઢશે. આ લોકો તમને કોલ પર સપોર્ટ કરશે અને જરૂરી શરતો અને નિયમ વિશે વિસ્તારથી જણાવશે.

ઓનલાઇન ફોર્મથી કાર્ડ સાથે સંકળાયેલી સંકળાયેલી માહિતી

EMIમાં હંગામી રાહત આપવાને નામે તમને એક ઓનલાઇન ફોર્મ ભરવાનું કહેવામાં આવશે. આ ફોર્મમાં તમારો કાર્ડ નંબર, CVV અને એક્સપાયરી ડેટ જેવી માહિતી પૂછવામાં આવશે. તમારો વિશ્વાસ જીતવા માટે તમને તમારા ફોન પર OTP આવવાની માહિતી આપવામાં આવશે.જેથી ટ્રાન્ઝેક્શન કન્ફર્મ કરવા માટે તમને શેર કરવાનું કહેવામાં આવશે.

ત્યાર બાદ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરીને OTP પૂછવામાં આવશે

હવે તમારી માહિતી વગર જ ફ્રોડ કોલર એક ઓનલાઇન ટ્રાન્ઝેક્શન થશે. આ ટ્રાન્ઝેક્શન તમારા દ્વારા ઓનલાઇન ફોર્મમાં અપાયેલી માહિતીને આધારે થશે. ત્યાર બાદ OTP પૂછવામાં આવશે, જે તમારા રજિસ્ટર્ડ ફોન પર તમને મળશે.

EMIમાં રાહત માટે તમે OTP શેર કર્યો, તમારુ અકાઉન્ટ સાફ થઈ ગયું

પીડિત એ વિચારીને OTP શેર કરી દે છે કે તેમને EMIમાંથી રાહત મળી જશે, પરંતુ જેવો ગ્રાહતે OTP શેર કર્યો કે તેના ખાતામાંથી પૈસા ઊપડી જાય છે.

લોકડાઉનમાં પોલીસ ફરિયાદ પણ મુશ્કેલ

લોકડાઉનના આ સમયમાં ટ્રાન્ઝેક્શન ઘરેથી કેન્સલ કરવાનું મુશ્કેલ છે. આ સિવાય પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરવી સરળ નહીં હોય. ગ્રાહક છેતરપિંડીની જાણ થઈ હોવા છતાં તે ઘરેથી કંઈ પણ કરી નહીં શકે. એટલા માટે આ સ્કેમ માટે આ એકદમ યોગ્ય સમય છે.

ક્યારેય પોતાના ફોન, ઈમેલ અથવા કોઈ ઓનલાઇન ફોર્મ ભરીને વ્યક્તિગત માહિતી કોઈને ના આપો.