નવી દિલ્હીઃ ચૂંટણી પંચના ઉપક્રમે આજે દેશભરમાં 12મા ‘રાષ્ટ્રીય મતદાર દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસ નિમિત્તે ચૂંટણી પંચ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અડચણ-મુક્ત રહે અને તમામ વયજૂથનાં મતદારોને મતાધિકાર હાંસલ કરવાનો યાદગાર અનુભવ થાય એની તકેદારી રાખીને મતદારોની સક્રિય સહભાગિતાને સરળ અને સુગમ બનાવવાના પોતાના નિર્ધાર પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આજના પ્રસંગે વિવિધ સ્તરે ચૂંટણીઓના સંચાલનમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના ઉપયોગ, સુરક્ષા વ્યવસ્થા જાળવણી, મતદાર જાગૃતિ જેવી જવાબદારીઓમાં અસાધારણ કામગીરી બજાવનાર રાજ્ય તથા જિલ્લા સ્તરના અધિકારીઓને રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવશે.