નવી દિલ્હી: સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે સ્કૂલ કોલેજો બંધ છે. આ સ્થિતિમાં ઓનલાઈન એજ્યુકેશનની માંગ વધી છે. નાના બાળકોની સ્કૂલથી લઈને કોલેજ અને યુનિવર્સિટી સુધી ડિજિટલ ક્લાસીસ ચાલી રહ્યા છે. ઓનલાઈન એજ્યુકેશનના કારણે વિદ્યાર્થીઓને મોટો ફાયદો થયો છે.
એજ્યુકેશન નિષ્ણાતોનું કહેવું છે કે, આ સ્થિતિમાં બાળકોને ઓનલાઈન એજ્યુકેશન સાથે જોડવા જોઈએ જેથી તે કોરોનાના નકારાત્મક માહોલમાંથી બહાર આવી શકે. સાથે જ બાળકોની અંદર સેલ્ફ કેર વિકસિત કરવાનો આ યોગ્ય સમય છે. આ સમયે બાળકોમાં આત્મવિશ્વાસ, ફિઝિકલ ફિટનેસ અને સાહસ જેવા ગુણોને વિકસિત કરવાનો છે.
કોરોના લોકડાઉનને પગલે ઓનલાઈન શિક્ષણે શાળાનું સ્થાન લીધું છે. જોકે, આમા શિક્ષકોને થોડી મુશ્કેલી પણ પડી રહી છે. શિક્ષકોએ 10 મિનિટનો વિડિયો બનાવવા માટે મોટા પ્રમાણમાં ઈન્ટરનેટની જરૂર પડી રહી છે. લોકડાઉન પછી પણ જો શિક્ષકોને ડિઝિટલ એજ્યુકેશની ટ્રેનિંગ આપવામાં આવે તો ઓનલાઈન ભણાવવું સ્કુલ ટિચરો માટે સરળ બની જશે.
નિષ્ણાંતોનું કહે છે કે, ઓનલાઈન એજ્યુકેશન માત્ર શહેરો પૂરતુ જ સિમિત ન રહેવું જોઈએ પરંતુ તેને ગ્રામિણ વિસ્તારો સુધી પહોંચાડવું જોઈએ. આ સાથે જ સરકારી શિક્ષકોને પણ ઓનલાઈન એજ્યુકેશન માટે પ્રેરિત કરવા જોઈએ. અહીં એ ધ્યાન રાખવું પણ જરૂરી છે કે, બાળકો અત્યારે ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યા હોવાથી તેમની શારીરિક એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે. એટલા માટે જરૂરી છે કે, તેમને ઘરની અંદર જ રમવાનો પણ સમય આપવો જોઈએ સાથે તેમનો આહાર પણ પૌષ્ટિક હોવો જોઈએ.