દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકાઃ 5.8ની તીવ્રતા

નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવામાં આવ્યા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 નોંધવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનમાં હતું. આ ભૂકંપના આંચકા ઇસ્લામાબાદ અને લાહોરમાં પણ અનુભવવામાં આવ્યા હતા. આ ભૂકંપ બપોરે 12.58 કલાકે આવ્યો હતો.  

દિલ્હી-NCR સિવાય પણ ઉત્તર ભારતનાં ઘણાં રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સિવાય યુપી, હરિયાણા, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. આ સિવાય પાકિસ્તાનના લાહોર અને ઈસ્લામાબાદમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. છેલ્લા 15 દિવસમાં આ બીજો આંચકો છે હાલ જાન-માલના નુકસાનની કોઈ માહિતી નથી. આ આંચકા એકદમ હળવા હતા તેથી નુકસાનની શક્યતા ઓછી છે.

ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનના કરોરથી 25 કિમી દક્ષિણ-પશ્ચિમમાં 10 કિમીની ઊંડાઈએ હતું. ઇસ્લામાબાદ અને લાહોર સહિત પાકિસ્તાનના મોટા શહેરોમાં પણ આંચકા અનુભવાયા હતા.

જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સિસ (GFZ) એ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. GFZ એ જણાવ્યું હતું કે ભૂકંપ 10 કિલોમીટર (6.21 માઇલ) ની ઊંડાઇએ હતો.

છેલ્લા બે અઠવાડિયામાં બીજી વખત દિલ્હી અને NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 29 ઓગસ્ટના રોજ, અફઘાનિસ્તાનમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, આ ભૂકંપ પૃથ્વીની સપાટીથી 255 કિલોમીટર નીચે આવ્યો હતો.