નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણથી લોકોન બચાવવાના કામમા લાગેલા યોદ્ધાઓ માટે DRDO દ્વારા સંક્રમણ રોકતી ચેમ્બર તૈયાર કરી છે. આને નવી દિલ્હીમાં એઇમ્સ ખાતે રાખવામાં આવી છે. ચેમ્બર એક પ્રક્રિયા અંતર્ગત કોવિડ– 19 વાયરસને મારે છે અને ઈન્ફેક્શનના પ્રસારને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ચેમ્બરને મેસર્સ ડીએચ લિમિટેડ, ગાઝિયાબાદના સહયોગથી ચાર દિવસની અંદર તૈયાર કરવામાં આવ્યા છે.
આનો ઉપયોગ કોરોના વાયરસના સંક્રમણથી લોકોને બચાવવામાં જોડાયેલા એ કર્મચારીઓને ડિસઈન્ફેક્ટ કરવા માટે કરવામાં આવી શકે છે. હોસ્પિટલો, મોલ, કાર્યાલય ભવનો અને મહત્વપૂર્ણ સંસ્થાનોમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર તેનાત કર્મચારીઓ માટે પણ આ ઉપયોગી છે. ડીઆરડીઓની લેબોરેટરી, વ્હીકલ રિસર્ચ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમન્ટ, અહમદનગરે PSE નામના શરીર કીટાણુંશોધન રુમને તૈયાર કર્યો છે. એક રુમમાં લોકોને એક-એક કરીને કીટાણુમુક્ત કરવામાં આવી શકે છે. આ સિસ્ટમ સેનિટાઈઝર અને સોપ ડિસ્પેન્સર વાળી છે.