રામાયણમાં રામનું પાત્ર અસલમ ખાને ય ભજવેલું, ક્યારેક ક્યારેક!

અમદાવાદઃ દેશમાં સંપૂર્ણ લોકડાઉન છે અને દેશવાસીઓમાંથી ફરી એક વાર રામાયણ સિરિયલ બતાવવાની માગ કરી અને સરકારે આ માગ સ્વીકારતાં દૂરદર્શને રામાયણ, મહાભારત સાથે અનેક જૂની લોકપ્રિય સિરિયલોનું પુનઃ પ્રસારણ કર્યું. આ રામાયણ સિરિયલમાંનો એક કલાકાર હાલમાં સોશિયલ મિડિયામાં ખાસ કરીને ફેસબુક પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ કલાકારની લોકપ્રિયતાનું મુખ્ય કારણ રામાયણ સિરિયલમાં તેણ કરેલા વિવિધ રોલ છે. આ કલાકારનું નામ છે અસલમ ખાન. અસલમ ખાને રામાયણમાં ક્યારેક સમુદ્ર દેવતા તો ક્યારેક રાક્ષસ તો ક્યારેક વાનર અને ગ્રામવાસીનો રોલ કર્યો છે, પરંતુ આ કલાકારે રામનું પાત્ર પણ ભજવેલું છે.

રામાનંદ સાગર પણ અસલમ ખાનની એક્ટિંગ પર ફિદા

અસલમ ખાનની એક્ટિંગ અને કાબેલિયત પર રામાયણના ડિરેક્ટર રામાનંદ સાગર પણ ફિદા હતા. અસલમ ખાને રામાયણમાં અનેક ભૂમિકા ભજવી હતી. દરેક ભૂમિકાને એટલી સચોટ ભજવી હતી કે લોકો આજે ચારે બાજુ તેમની ચર્ચા કરી રહ્યા છે, પણ શું તમે જાણો છો કે અરુણ ગોવિલ સિવાય અસલમ ખાને પણ રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવી હતી?

રામની ભૂમિકા પણ ભજવી અસલમ ખાને

 

અસલમ ખાને રામાયણ સિરિયલના શૂટિંગના દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે કેટલીય વાર જ્યારે રામના સીનવાળું શૂટિંગ કરવાનું હોય, રામાનંદ સાગર પણ તૈયાર હોય, શૂટિંગ કરવાવાળા પાત્ર બધા તૈયાર હોય, પણ ત્યારે રામ હાજર ના હોય. આવામાં બધા હેરાન-પરેશાન હોય કે રામના ડુપ્લિકેટ કોને બનાવવામાં આવે. એટલે અસલમ ખાનને રામજીનો પૂરો ગેટઅપ પહેરાવવામાં આવે અને એમના મોટા ભાગના લોંગ શોટ તેમની સાથે પૂરા કરવામાં આવ્યા હતા.

અસલમના પુત્ર જૈગમે ટ્વીટ કર્યું

આ એક મારા માટે ગર્વની ક્ષણ છે. ડીડી નેશનલ પર રામાયણને બતાવવા માટે ધન્યવાદ. મારા પિતા અસલમ ખાન આ સિરિયલમાં મુખ્ય સપોર્ટિંગ રોલનો હિસ્સો રહ્યા. પૂરી રામાયણ ટીમનો ખૂબ જ આભાર.

રામાયણમાંથી જિંદગી જીવવાની જરૂરી શીખ મળી

2002માં અસલમે ફિલ્મ લાઇન છોડી દીધી હતી. તેઓ ઝાંસીમાં રહે છે. કોઈ કંપનીમાં કામ કરે છે. તેમના પર બનેલા મીમ્સને લઈને ઘણા પ્રોત્સાહિત છે. તેઓ કહે છે કે કાશ, એ વખતે સોશિયલ મિડિયા હોત તો હું એ વખતે ઘણો લોકપ્રિ થયો હોત. કેટલાક સારા રોલ મળી રહેત, પણ અત્યારે પણ ઘણું સારું લાગી રહ્યું છે.

રામાયણની લોકપ્રિયતા ત્રણ દાયકકા પણ પણ એટલી જ

રામાયણ સિરિયલ સૌપ્રથમ વખત 1987માં દૂરદર્શન પર પ્રસારિત થઈ હતી. આ ત્રણ દાયકા પછી પણ આ સિરિયલની લોકપ્રિયતા હજી પણ એવી ને એવી છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ, ઇન્ડિયાના ડેટા મુજબ રામાયણના પ્રથમમ ચાર એપિસોડમાં જ આ સિરિયલને દર્શકો પાસેથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. આ પૌરાણિક સિરિયલના શરૂઆતના એપિસોડમાં જ 9.33 કરોડ દર્શકો મળ્યા હતા, જે હિન્દી મનોરંજન ચેનલને વર્ષ 2015 પછીનો સૌથી મોટો આંકડો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]