પિથોરાગઢઃ બિહાર અને યુપી પછી હવે ઉત્તરાખંડમાં સરયૂ નદીમાં લાશો મળવાના અહેવાલો છે. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં સરયૂ નદીના કિનારે ડઝનો મૃતદેહો મળી આવ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ મૃતદેહો કોરોના સંક્રમિતોના છે. કોરોનાની બીજી લહેરના પ્રકોપ વચ્ચે ગંગા અને અન્ય કેટલીક નદીઓના કિનારે મૃતદેહો મળવાથી છેલ્લા કેટલાક દિવસોથી ખળભળાટ મચી ગયો છે.ઉત્તરાખંડમાં સરયૂ નદીમાં મૃતદેહો મળી આવતાં સ્થાનિક લોકો આ ઘટનાથી બહુ ડરી ગયા છે, કેમ કે ત્યાંથી જિલ્લા મુખ્યાલયથી માત્ર 30 કિલોમીટર દૂર છે. પિથોરાગઢમાં પીવાના પાણીનો સપ્લાય માટે નદીમાંથી જ થાય છે. લોકોને આશંકા છે કે નદીમાં મૃતદેહો મળ્યા પછી પાણી દૂષિત થવાથી સંક્રમણ ઝડપથી ફેલાઈ શકે છે.
જિલ્લામાં લોકો પહેલેથી ડરેલા છે, કેમ કે આ મહિને આમ પણ કોરોના સંક્રમણના આંકડા જિલ્લામાં ઓલ ટાઇમ હાઇ છે. બીજું, સ્થાનિક લોકોને એ વાતનો પણ વાંધો છે કે મૃતદેહોના અંતિમ સંસ્કાર ઠીકથી ન કરવાથી અથવા ખુલ્લામાં કરવાથી સંક્રમણ ફેલાવવાની ઝડપ વધી શકે છે. કેન્દ્ર પણ નદીમાં મૃતદેહો વહેતા મળવાના મિડિયા અહેવાલો પર ચિંતા જાહેર કરતાં ચેતવણી સમાન માને છે.
ઘાટ ક્ષેત્રમાં કોરોના દર્દીઓના અંતિમ સંસ્કારના કામને સુપરવાઇઝ કરતા જિલ્લાના તહેસીલદાર પંકજ ચંદોલાએ સ્પષ્ટ કહ્યું હતું કે સરયૂ નદીમાં જે મૃતદેહો મળ્યાં છે, તે પિથોરાગઢનાં નથી. તેમણે કહ્યું હતું કે હજી શબોની ઓળખ થઈ શકી નથી અને તપાસ કરવામાં આવી રહી છે કે આ મૃતદેહો ક્યાંથી આવી રહી છે. આ પહેલાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગંગા નદીમાં મૃતદેહો તરત મળી ચૂક્યા છે. આ બંને રાજ્યોને નદીઓમાં મૃતદેહોને વહેતા કરતા રોકવામાં આવે.