નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 તારીખે ભારતમાં આવી રહ્યા છે અને તેઓ તાજમહેલ જોવા આગરા પણ જશે. તેમના સ્વાગત માટે આખા આગ્રા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. જો કે બહુ ઓછા લોકોને ખબર હશે કે ટ્રમ્પ અને તાજનો સંબંધ તો 30 વર્ષ જૂનો છે. જો કે, આ તાજમહેલ આગ્રા વાળો નથી. હકીકતમાં જ્યારે ટ્રમ્પ બિઝનેસમેન હતા ત્યારે તેમણે અમેરિકાના અટલાન્ટા સીટીમાં તાજ હોટલ એન્ડ કસોનો ખરીદ્યો હતો, પરંતુ આના કારણે તેમને બેંકરપ્ટ (નાદાર) થવું પડ્યું હતું.
1998 માં ડોનાલ્ડ ટ્રમ્પે તાજ હોટલ એન્ડ કસીનોને 230 મિલિયન ડોલર (આશરે 1600 કરોડ) માં ખરીદ્યો હતો. તે સમયે તેમણે કહ્યું હતું કે, હું આને દુનિયાની 8મી અજાયબી બનાવીશ અને પછીના બે વર્ષમાં આના પર 1 અબજ ડોલરથી પણ તેમણે વધારે પૈસા ખર્ચ કર્યા. આના ઉદ્ઘાટનમાં માઈકલ જેક્સન જેવા પોપ સ્ટાર ઉપસ્થિત રહ્યા હતા.
19 એકર જેટલી જગ્યામાં ફેલાયેલી ટ્રમ્પની તાજ હોટલ અને કસીનોમાં 1200 થી વધારે રુમ હતા, જેમાં 242 સ્વીટ હતા. આ હોટલની ઉપર એક હેલીપેડ પણ બનાવવામાં આવ્યું હતું. તાજ હોટલને ગુગલ આર્કિટેક્સના હિસાબથી કલર અને પેઈન્ટ કરવામાં આવી હતી. મોટાભાગની જગ્યાઓ પર સફેદ અને ગોલ્ડ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તાજની જેમ આમાં મિનારાઓ અને ઘુંમટ પણ હતા.
એક વર્ષની અંદર જ ટ્રમ્પનો તાજ કસીને બિઝનેસને લગતી સમસ્યાઓથી ઘેરાઈ ગયો અને આખરે તેઓ મુશ્કેલીમાં મુકાયા. બાદમાં ટ્રમ્પે આ બિઝનેસમાં 50 ટકા ભાગીદારી વેચી દીધી. 1995 માં એકવાર ફરીથી તેમણે ટ્રમ્પ હોટલ્સ એન્ડ કસીનો રિસોર્ટની શરુઆત કરી અને આ કંપનીએ 1996માં તાજ કસીનો ખરીદી લીધો. 13 વર્ષ બાદ આ કંપની ફરીથી દેવાદાર બની અને બાદમાં એવન્યૂ કેપિટલ મેનેજમેન્ટે ટ્રમ્પના આ બિઝનેસને ખરીદી લીધો.