ભારતની મુલાકાત લેનારા અમેરિકી પ્રમુખોમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાતમા

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસે આવવાના છે. સામાન્યપણે કોઈ પણ દેશના રાષ્ટ્રપતિના પ્રવાસની શરૂઆત દેશની રાજધાની દિલ્હીમાંથી થતી હોય છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરનારા પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બનશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરવાનું હોવાથી તેઓ અમદાવાદથી શરૂઆત કરવાના છે. તેમનું મોટેરા સ્ટેડિયમમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. દેશ આઝાદ થયા બાદ અત્યાર સુધી છ રાષ્ટ્રપ્રમુખો ભારતની મુલાકાત લઈ ચૂક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાત લેનારા સાતમા રાષ્ટ્રપતિ બનશે.

1959માં ભારતની મુલાકાત લેનારા પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડી આઇઝનહોવર

1959માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ  ડી. આઇઝનહોવરે ભારતની મુલાકાત 24 ડિસેમ્બરે લીધી હતી. તેમણે એ વખતે દિલ્હીના રામલીલા મેદાનમાં નેહરુની હાજરીમાં જનસભાને સંબોધી હતી.

1969માં અમેરિકી રાષ્ટ્રપતિ રિચર્ડ નિકસને ભારત મુલાકાત 1969માં લીધી

1969માં અમેરિકી રાષ્ટ્રપતિ રિચર્ડ નિકસને ભારતની મુલાકાતે આવેલા બીજા રાષ્ટ્રપ્રમુખ હતા. તેઓ 31, જુલાઈએ 1969એ ભારત આવ્યા હતા. જોકે નિકસનની ભારત મુલાકાત માત્ર 22 કલાકની જ હતી.

1978માં જિમી કાર્ટર ભારતની મુલાકાત લેનારા ત્રીજા રાષ્ટ્રપતિ

એકથી ત્રણ જાન્યુઆરી, 1978એ અમેરિકી રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે ભારતની મુલાકાત લીધી હતી. તેઓ એ વખતે ભારતના રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીને અને વડા પ્રધાન મોરારજી દેસાઈને મળ્યા હતા. તેમણે એ વખતે સંસદને સંબોધી હતી. તેમણે એ વખતે નવી દિલ્હી દૌલતપુર નસીરાબાદની મુલાકાત લીધી હતી.

2000માં બિલ ક્લિન્ટન ભારતની મુલાકાત લેનારા ચોથા રાષ્ટ્રપતિ19થી 25 માર્ચ, 2000 દરમ્યાન અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ત્યારે નવી દિલ્હી, આગ્રા, જયપુર, હૈદરાબાદ અને મુંબઈની મુલાકાત લીધી હતી. તેમણે ત્યારે રાષટ્રપતિ કે. આર. નારાયણને મળ્યા હતા. તેમણે એ વખતે સંસદને સંબોધી હતી.

2006માં જ્યોર્જ ડબ્લ્યુ. બુશ ભારતની મુલાકાત લેનારા પાંચમા રાષ્ટ્રપતિ

જ્યોર્જ ડબ્લ્યુ બુશે ભારતની મુલાકાત કેમના કાર્યકાળમાં બે વાર લીધી હતી. તેમણે એકથી ત્રણ માર્ચ, 2006 દરમ્યાન નવી દિલ્હી અને હૈદરાબાદની મુલાકાત લીધી હતી. તેઓ ભૂતપૂર્વ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને ભારત-અમેરિકા વચ્ચે સિવિલ ન્યુક્લિયર કરાર કર્યા હતા. ત્યાર બાદ છઠ્ઠીથી નવ નવેમ્બર, 2010માં તેમણે ભારતની બીજી વાર મુલાકાત લીધી હતી. તેમણે એ દરમ્યાન મુંબઈ અને નવી દિલ્હીની મુલાકાત લીધી હતી. તેઓ એ વખતે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને અને વડા પ્રધાન મનમોહન સિંહને મળ્યા હતા. તેમણે એ વખતે સંસદને સંબોધી હતી. એ વખતે તેમણે રાજઘાટની મુલાકાત લીધી હતી.

  2015માં બરાક ઓબામા ભારતની મુલાકાત લેનારા છઠ્ઠા રાષ્ટ્રપતિ

25થી 27 જાન્યુઆરી, 2015એ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારત મુલાકાત લીધી હતી. ત્યારે તેઓ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેઓ ભારતીય પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેનારા સૌપ્રથમ અમેરિકી પ્રમુખ હતા. તેમણે એ વખતે અમેરિકા-ભારતની બિઝનેસ કાઉન્સિલને પણ સંબોધી હતી.

2020માં ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાત લેનારા સાતમા રાષ્ટ્રપતિ

24-25 ફેબ્રુઆરી, 2020એ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવતા સાતમા અમેરિકી રાષ્ટ્રપતિ છે. તેઓ ભારતની મુલાકાત દરમ્યાન ગુજરાત ખાતે આવનારા સૌપ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ છે. તેઓ અહીં લાંબો રોડ શો કરવાના છે. અહીંથી તેઓ નવી દિલ્હી અને આગ્રાની મુલાકાતે જવાના છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]