સરકારે લિમિટ વધારતાં સ્થાનિક વિમાન પ્રવાસભાડું વધશે

નવી દિલ્હીઃ વિમાન પ્રવાસીઓએ દેશમાં હવાઈ સફર માટે હવે વધારે નાણાં ખર્ચવા પડશે, કારણ કે સિવિલ એવિએશન મંત્રાલયે ડોમેસ્ટિક વિમાનભાડાં પર ગયા વર્ષે લાગુ કરેલી લોઅર તેમજ અપર લિમિટને 10થી 30 ટકા જેટલી વધારી દીધી છે.

આ નવી લિમિટ 2021ની 31 માર્ચ સુધી અથવા નવો આદેશ ન મળે ત્યાં સુધી લાગુ રહેશે, એમ મંત્રાલયે જણાવ્યું છે. દેશમાં શેડ્યૂલ્ડ ડોમેસ્ટિક વિમાન સેવા ગયા વર્ષની 21 મેથી ફરી શરૂ કરવામાં આવી હતી ત્યારે મંત્રાલયે વિમાનભાડાં પર મર્યાદા મૂકી હતી. ફ્લાઈટની અવધિના આધારે સાત બેન્ડ વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. દાખલા તરીકે, 40 મિનિટથી ઓછી અવધિવાળા બેન્ડની ફ્લાઈટના ભાડા માટે લોઅર લિમિટ રૂ. 2000થી વધારી 2,200 કરાઈ છે જ્યારે અપર લિમિટ રૂ. 6,000થી વધારીને રૂ. 7,800થી કરાઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]