મહારાષ્ટ્રના CMપદે દેવેન્દ્ર ફડણવીસ નક્કી, શિંદે, પવાર ડેપ્યુટી CM

મુંબઈઃ મહારાષ્ટ્રના આગામી CM દેવા ફડણવીસ હશે, એ લગભગ નક્કી થઈ ચૂક્યું છે. રાજ્યમાં એકનાથ શિંદે અને અજિત પવાર ડેપ્યુટી CM બનશે, એમ ભાજપનાં ઉચ્ચ સૂત્રોએ આ માહિતી આપી હતી. ભાજપના ટોચના નેતૃત્વએ ફડણવીસના નામને મંજૂરી આપી દીદી છે. આ પ્રસ્તાવને શિંદેની આગેવાનીવાળી શિવસેના અને અજિત પવારની NCPએ પણ મંજૂરી આપી દીધી છે.

મહારાષ્ટ્રના રાજકારણને સમજનારા રાજકીય વિશ્લેષકોનું માનવું હતું કે ભાજપ રાજ્યના રાજકારણમાં પોતાના સૌથી મોટો ચહેરા દેવેન્દ્ર ફડણવીસને ફરી એક વાર મુખ્યમંત્રી બનાવશે અને આ વખતે તે કોઈ રાજકીય સમાધાન કરશે નહીં.,

રાજ્યમાં ફડણવીસનાં માતા સરિતા ફડણવીસે પણ કહ્યું હતું કે તેઓ ચોક્કસપણે CM બનશે. જોકે હજુ સુધી CM ચહેરાને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દરેક જગ્યાએ ચર્ચા છે કે મહારાષ્ટ્રના નવા CM એકનાથ શિંદે હશે કે દેવેન્દ્ર ફડણવીસ?

રાજ્યમાં ભાજપના નેતૃત્વમાં મહાગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. રાજ્યમાં ભાજપ મોટા ભાગની સીટો પર આગળ છે. આવી સ્થિતિમાં દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના CM બનશે. મહારાષ્ટ્ર ભાજપમાં દેવેન્દ્ર ફડણવીસ સૌથી મોટું નામ છે. દેવેન્દ્ર ફડણવીસે નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. અહીં એફિડેવિટમાં તેમણે પોતાની સંપત્તિની માહિતી પણ આપી હતી. તેમની પાસે પાસે કુલ 13.27 કરોડ સંપત્તિ છે. તેમણે IT રિટર્નમાં 2023-24માં તેમની કુલ આવક રૂ. 79,30,402 હતી. જ્યારે 2022-23માં તે 92,48,094 રૂપિયા હતી.  દેવેન્દ્ર ફડણવીસે તેમના નામે 56.07 લાખ રૂપિયા, તેમની પત્ની અમૃતા ફડણવીસને નામે 6,96,92,748 રૂપિયા અને તેમની પુત્રીને નામે 10.22 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ જાહેર કરી છે.