દિલ્હીના બોસ LG, કેન્દ્રએ સુપ્રીમનો ચુકાદો ફેરવીતોળ્યો

નવી દિલ્હીઃ ગયા સપ્તાહે સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં વહીવટી સેવાઓ પર નિયંત્રણને લઈને કેન્દ્ર અને દિલ્હી સરકારની વચ્ચેના જારી વિવાદ પર મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની તરફેણમાં ચુકાદો સંભળાવ્યો હતો. જોકે એના કેટલાક દિવસો પછી કેન્દ્ર સરકારે એ વટહુકમ દ્વારા એ ચુકાદાને પલટી દીધો છે. કેન્દ્રના વટહુકમ મુજબ ટ્રાન્સફર, પોસ્ટિંગ, વિજ્લેન્સ અને અન્ય મહત્ત્વના મામલાઓમાં નિર્ણય લેવાની શક્તિ પહેલાંની જેમ ઉપ રાજ્યપાલ પાસે જ રહેશે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે આ પ્રકારના વટહુમ દિલ્હીના લોકોની સાથે વિશ્વાસઘાત હશે. તેમણે ભાર દઈને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની બંધારણી પીઠના ચુકાદાનું સન્માન કરવામાં આવવું જોઈએ.

કેન્દ્ર સરકારે વટહુકમથી નેશનલ સિવિલ સર્વિસ ઓથોરિટીને બનાવવાનો રસ્તો તૈયાર કરી લીધો છે. એ ઓથોરિટી દિલ્હી અને આંદામાન નિકોબાર દ્વીપ સમૂહની સિવિલ સર્વિસ કેડરના અધિકારીઓની ટ્રાન્સફરનું કામ જોશે. આ ઓથોરિટીના વડા દિલ્હીના મુખ્ય મંત્રી હશે અને એમાં દિલ્હી સરકારના મુખ્ય સચિવ અને ગૃહ સચિવ પણ હશે. ટ્રાન્સફર, પોસ્ટિંગ, વિજિલન્સ અને અન્ય મહત્ત્વના મામલામાં એ ઓથોરિટી બહુમતીને આધારે નિર્ણય લેશે અને પછી એમાં એને મંજૂરી માટે લેફ્ટેનન્ટ ગવર્નર (LG)ની પાસે મોકલવામાં આવશે.

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ગયા સપ્તાહે દિલ્હીની ચૂંટાયેલી સરકારની સેવાઓને નિયંત્રણ આપ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે વહીવટમાં વાસ્તવિક શક્તિ જનતા દ્વારા ચૂંટાયેલી સરકારના હાથમાં હશે.  કોર્ટના મુજબ એલજી સરકારના ચુકાદાથી બંધાયેલા છે અને મંત્રી પરિષદની મદદ અને સલાહથી પણ.