સિદ્ધારમૈયા નવા CM, શિવકુમાર તેમના ડેપ્યુટીઃ વિપક્ષનું શક્તિ પ્રદર્શન

બેંગલુરુઃ  કોંગ્રેસના સિદ્ધારમૈયા કર્ણાટકના મુખ્ય પ્રધાનપદના શપથ લીધા હતા. જ્યારે ડીકે શિવકુમાર ડેપ્યુટી CM તરીકે શપથ લીધા.  તેમના સિવાય અનેક કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. બેંગલુરુના કાંટેરાવા સ્ટેડિયમમાં બપોરે 12.30 કલાકે શપથગ્રહણ સમારોહ શરૂ થયો હતો. 13 મેએ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યાં હતાં.

કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગહેલોતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાને મુખ્ય મંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. સિદ્ધારમૈયા બીજી વાર કર્ણાટકના મુખ્ય મંત્રી બન્યા છે. કર્ણાટકની જીત પછી કોંગ્રેસ પાર્ટી ઉત્સાહિત છે. કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના CM અને અનેક વિરોધ પક્ષના નેતા આ શપથગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.  આ શપથગ્હણ સમારોહમાં છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ, ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન,  હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી સુખવિંદર સિંહ સુખુ, બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર અને ઉપમુખ્ય મંત્રી તેજસ્વી યાદવ, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબદુલ્લા, NCP નેતા શરદ પવાર સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. આ શપથ ગ્રહણ દ્વારા કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું હતું.

આ સાથે આ શપથગ્રહણ સમારોહમાં પીડીપીપ્રમુખ મહેબૂબા મુફ્તી, રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોત સમારોહમાં ભાગ લેવા માટે મંચ પર પહોંચી ચૂક્યા છે. મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાની સાથે કોંગ્રેસ વિધાનસભ્ય જી પરમેશ્વરે કેબિનેટપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમનું નામ CM રેસમાં પણ સામેલ હતું. તેમની સાથે કે. એચ. મુનિયપ્પા, કોંગ્રેસના વિધાનસભ્ય પ્રિયાંક ખડગેએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. પ્રિયાંક ખડગેએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર છે. તેમના સિવાય કે. જે. જોર્જ અને એમ. બી. પાટિલે કેબિને પ્રધાનોના રૂપમાં શપથ લીધા હતા.