વિશ્વમાં ખરાબ ટ્રાફિક વ્યવસ્થાને મામલે દિલ્હી 11મા ક્રમાંકે

નવી દિલ્હીઃ વિશ્વમાં ખરાબ ટ્રાફિક વ્યવસ્થાને મામલે દિલ્હી 11મા સ્થાને છે. આ ઉપરાંત ટ્રાફિક જેમ માટે ચાર ભારતીય શહેરોને વિશ્વનાં 25 ખરાબ શહેરોની યાદીમાં સામેલ કરવામાં આવ્યાં છે. એમાં પણ ચોમાસામાં ટ્રાફિક જેમ વધી જાય છે અને ડ્રાઇવિંગની સ્થિતિમાં ઓર સ્થિતિ વણસે છે. એમ તાજેતરમાં હાથ ધરાયેલા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે.

આ ટોમટોમ અભ્યાસમાં 58 દેશોનાં 404 શહેરોને સામેલ કરવામાં આવ્યાં હતાં. આ અભ્યાસ અનુસાર 21 ઓગસ્ટ, 2021 દિલ્હીવાસીઓ માટે સૌથી ખરાબ દિવસ હતો. અહીં ચોમાસાની સીઝનમાં ભારે વરસાદને કારણે 71 ટકા ટ્રાફિક જેમ સર્જાયો હતો. વળી, સવારે સરેરાશ 77 ટકા જેમ નોંધાયો હતો, જ્યારે સાંજે એ 53 ટકાના સ્તરે હતો.

વળી, દિલ્હીમાં 2020ની તુલનાએ રોડ અકસ્માતમાં થનારી મોતોની સંખ્યામાં વધારો થયો હતો, જે 2020માં 1151 લોકોના મોત થયાં હતાં, જ્યારે ગયા વર્ષે 11180ના લોકોનાં રોડ અકસ્માતમાં મોત થયાં હતાં, એમ દિલ્હીના પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ કહ્યું હતું. તેમણે આ માટે ઓવરસ્પીડિંગ, ટ્રિપલ સવારી અને લાલ લાઇટનો ભંગ જેવાં કારણો ગણાવ્યાં હતાં.

દિલ્હી પોલીસ દ્વારા ડેટા શેર કરીને જણાવ્યું હતું કે પોલીસે 1,74,166 કમ્પાઉન્ડિંગ ચલણની (જેમણે કોર્ટમાં જવાની જરૂર નહીં, સ્થળ પર દંડ ભરવો) કુલ સંખ્યા અને કોર્ટના ચલણોની સંખ્યા 10,71,712 હતી. 2020માં દિલ્હીમાં કુલ અકસ્માતો 3976 નોંધાયા હતા, જેમાંથી 1119 ઘટનાઓ ઘાતક હતી, 2021માં 4512 રોડ અકસ્માતો થયા હતા, જેમાંથી 1145 દુર્ઘટનાઓ ગંભીર હતી.