નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે જામિયા હિંસા મામલમાં ચાર્જશીટ દાખલ કરી છે. જામિયા-ન્યુ ફ્રેન્ડસ કોલોમાં 15 ડિસેમ્બર, 2019માં હિંસા થઈ હતી. પોલીસે 13 ફેબ્રુઆરીએ શરજીલ ઇમામ પર ભડકાઉ ભાષણ આપવા બદલ ચાર્જશીટ દાખલ કરી છે. શરજિલ પર ભડકાઉ નિવેદન આપીને લોકોને ભડકાવવાનો આરોપ છે. આ સિવાય દિલ્હીની સાકેત કોર્ટે જેએનયુના સ્ટુડન્ટ શરજિલ ઇમમને ત્રીજી માર્ચ સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી દીધો છે.
દિલ્હી પોલીસે ચાર્જશીટમાં જણાવ્યું છે કે તપાસ સ્થળેથી બુલેટ કારતૂસ મળ્યા છે. આ કારતૂસ જામિયા હિંસા દરમ્યાન ઉપયોગમાં લેવાયેલી 3.2 એમએમની પિસ્તોલની છે. જામિયાના કોઈ પણ સ્ટુડન્ટસનું નામ આ ચાર્જશીટમાં સામેલ નથી. જામિયા હિંસા મામલે દાખેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે સીસીટીવી કોલ રેકોર્ડ્સ અને 100થી વધુ સાક્ષીઓનાં નિવેદનો લેવામાં આવ્યાં છે.
પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધી જામિયા હિંસા મામલમાં 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં નવ ન્યુ ફ્રેન્ડ્સ કોલોની અને આઠ જામિયા વિસ્તારના છે. ધરપકડ કરવામાં આવેલા શખસ સ્થાનિક છે. એની સાથે પીએફઆઇની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.