નવી દિલ્હીઃ દિલ્હી લિકર કૌભાંડ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ કેસમાં EDએ 38 લોકોને આરોપી બનાવ્યા છે.એ સાથે EDની ચાર્જશીટમાં CM અરવિંદ કેજરીવાલને આરોપી નંબર 37 બનાવવામાં આવ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) આરોપી નંબર 38 છે.
આ ચાર્જશીટ મુજબ કેજરીવાલ કિંગપિન અને ષડયંત્રકાર છે. ગોવા ચૂંટણી લાંચના પૈસાનો ઉપયોગની તેમને માહિતી હતી અને તેઓ એમાં સામેલ હતા. આ ચાર્જશીટમાં કેજરીવાલ અને આરોપી વિનોદ ચૌહાણના વોટ્સએપની વિગતવાર માહિતી આપવામાં આવી છે.આરોપ છે કે કવિતાના PAએ વિનોદ દ્વારા રૂ. 25.5 કરોડ ગોવા ચૂંટણી દ્વારા આમ આદમી પાર્ટીને પહોંચાડ્યા હતા. ચેટથી એ સ્પષ્ટ છે કે વિનોદ ચૌહાણના કેજરીવાલ સાથે સારા સંબંધ હતા.
EDએ 232 પાનાંની ચાર્જશીટમાં CM કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. દારૂના વેપારીથી સાઠગાંઠ દ્વારા નીતિને તેમના પક્ષમાં બનાવીને પાર્ટીના નેતાઓને લાભ પહોંચાડવાનો હતો.
ચાર્જશીટ મુજબ CM કેજરીવાલને અપરાધની આવક વિશે માહિતી હતી અને તેઓ એમાં સામેલ હતા. એ પૈસા ગોવા ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેજરીવાલ રાષ્ટ્રીય સંયોજક છે, એટલે સંપૂર્ણ જવાબદારી કેજરીવાલની છે.
દિલ્હી લિકર કેસ શો છે?
દિલ્હી સરકારે 17 નવેમ્બર, 2021એ નવી લિકર પોલિસી લાગુ કરી હતી. એના માટે 32 ઝોન રાજધાનીમાં બનાવવામાં આવ્યા હતા. દરેક ઝોનમાં 27 દુકાનો ખોલવાની હતી. કુલ 849 દુકાનો ખોલવામાં આવનાર હતી. દિલ્હી સરકાર નવી લિકર પોલિસીમાં બધી 100 ટકા દુકાનોને ખાનગી કરી દીધી હતી. સરકારનું કહેવું હતું કે આવું કરવાથી સરકારને રૂ. 3500 કરોડનો લાભ થયો. તેમણે કહ્યું હતું કે L-1 લાઇસન્સ માટે ઠેકેદારે પહેલાં રૂ. 25 લાખ ચૂકવતા હતા, પણ નવી નીતિમાં તેમણે રૂ. પાંચ કરોડ આપવા પડતા હતા. જોકે આ નીતિથી સરકાર અને જનતાને-બંનેને નુકસાન થવાનો આરોપ છે.