પુણેઃ સરકારે પુણે સ્થિત સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ની કોરોના વેક્સિન કોવિશિલ્ડને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરીથી આરોગ્ય કર્મચારીઓ અને ‘પ્રાથમિકતાવાળી વસતિ’ તો ખુશ છે જ, પણ અન્ય લોકો પણ ઘણા ખુશ છે. SIIના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલાએ ગઈ કાલે કહ્યું હતું કે સરકારની 5-6 કરોડ ડોઝનો પહેલો જથ્થો અમે માર્ચ સુધીમાં ખાનગી હોસ્પિટલો, કંપનીઓ અને ખાનગી લોકોને કોવિશિલ્ડ ઉપલબ્ધ કરાવી શકીશું. કોરોનાની વેક્સિનના 10 કરોડ ડોઝ રૂ. 200 પ્રતિ ડોઝની વિશેષ કિંમત રહેશે, એમ તેમણે કહ્યું હતું.
પૂનાવાલાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ સિરમની વેક્સિનને શરતોને આધાન ઇમર્જન્સી સ્થિતિમાં ઉપયોગની મંજૂરી આપી છે. કંપની પ્રારંભમાં વેક્સિનની સપ્લાય સરકાર કરશે અને ખાનગી બજારમાં નહીં વેચે. વેક્સિનની નિકાસ કરવાની મંજૂરી નથી આપવામાં આવી.
સરકાર માટે આશરે 10 કરોડ ડોઝ માટે પ્રતિ ડોઝ રૂ. 200ની ખાસ કિંમત રહેશે. જોકે ખાનગી કિંમત આશરે રૂ. 1000 હશે. અમે આદેશ પછી સાતથી 10 દિવસોમાં ડિલિવરી શરૂ કરવાની આશા રાખીએ છીએ, એમ તેમણે કહ્યું હતું. સરકારે કહ્યું હતું કે એક સપ્તાહમાં 1-1.5 કરોડ ડોઝની જરૂર પડશે. સરકાર પાસેથી ઔપચારિક પત્રની રાહ જોવાઈ રહી છે. સરકાર દ્વારા નબળા અને જરૂરિયાતમંદ લોકોને વેક્સિનના ડોઝ આપ્યા પછી જ અમે હોસ્પિટલો અને કંપનીઓને ખાનગી ઉપયોગ માટે વેક્સિનનું વેચાણ કરવામાં આવશે. અમે બે ડોઝની વચ્ચે અઢી મહિનાની ભલામણ કરીશું, કેમ કે એ 90 ટકા સ્તરે અસરકર્તા છે. જો તમે આશરે ત્રણ મહિના રાહ જુઓ છો તો વેક્સિનની અસરકારકતામાં સુધારો થશે.