કોરોનાના 16,504 નવા કેસ, 214નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.03 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 16,504 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 214 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,03,40,469 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,49,649 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 99,46,867 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 19,557 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,43,953એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.12 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.44 ટકા થયો છે. કોરોનાની વેક્સિનથી આડઅસર?

દેશના ઘણાં શહેરોમાં કોરોના રસીકરણ શરૂ કરવામાં આવી છે. તે જ સમયે કેટલીક રસીની આડઅસર પણ બહાર આવી રહી છે, જેમ કે હળવો તાવ, માથાનો દુખાવો, શરીરનો દુખાવો વગેરે. જોકે વૈજ્ઞાનિકોએ કોરોના રસીના આ આડઅસરો વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]